loader

Breaking News


Home > Bollywood > અર્જુન અને કૃતિ સનુન હવે પ્રથમવાર સાથે નજરે પડશે


Foto

અર્જુન અને કૃતિ સનુન હવે પ્રથમવાર સાથે નજરે પડશે

Aug. 25, 2017, 2:11 p.m.
      Whatsapp   

મુંબઇ ઃ કૃતિ સનુનને સારી સારી ફિલ્મ હાથ લાગી રહી છે. બરેલી કી બરફી ફિલ્મને બોક્સ ઓફિસ પર શાનદાર સફળતા મળ્યા બાદ કૃતિ ભારે ખુશ દેખાઇ રહી છે.


કૃતિ હવે નિર્દેશક જાડી રાજ નિદીમારુ અને કૃષ્ણા ડીકેની ફિલ્મમાં જાવા મળનાર છે. આ ફિલ્મમાં અભિનેત્રી તરીકે કૃતિની સાથે અભિનેતા તરીકે અર્જુન કુપરને લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બન્નેની જાડી પ્રથમ વખત સ્ક્રીન પર સાથે નજરે પડનાર છે. ફિલ્મ સાથે જાડાયેલા સુત્રોએકહ્યુ છે કે અર્જુન કપુર અને નિર્દેશકો વચ્ચે ફિલ્મને લઇને કેટલીક બેઠકો થઇ ચુકી છે. છેલ્લા એક મહિનાથી ફિલ્મના પ્રોજેક્ટ પર ચર્ચા ચાલી રહી છે. હાલમાં ફિલ્મની પટકથા પર ચર્ચા પણ કરવામાં આવી હતી.

રાજ અને ડીકે હાલમાં સિદ્ધાર્થ અને જેક્લીન દ્વારા અભિનિત ફિલ્મ જેન્ટલમેનને લઇને આશાવાદી બનેલા છે. આ ફિલ્મ શુક્રવારે જ દેશમાં રજૂ કરવામાં આવી છે. રાજે કહ્યુ છે કે તેઓ હાલમાં જેન્ટલમેનને લઇને વ્યસ્ત છે. જેથી નવા પ્રોજેક્ટ પર વાત કરવા ઇચ્છુક નથી. જા કે ફિલ્મ નવી ચોક્કસપણે હાથ ધરવામાં આવી રહી છે. આગામી મહિનામાં આ વિષય પર ચર્ચા કરવામાં આવનાર છે. અર્જુન કપુર અને કૃતિ પ્રથમ વખત સાથે નજરે પડનાર છે. વર્ષ ૨૦૧૪માં આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી ત્યારથી જ ફિલ્મની સાથે કૃતિ જાડાયેલી છે. શરૂઆતમાં શાહિદ કપુર ફિલ્મમાં કામ કરનાર હતો. તેની પસંદગી પણ કરવામાં આવી હતી.

દરમિયાન નિર્દેશક જાડી ગો ગોવા ગોનમાં વ્યસ્ત હતી. જેમા સેફ અને કૃણાલ ખેમુની જાડી ચમકી હતી. આ ઉપરાંત વીરદાસે પણ ભૂમિકા અદા કરી હતી. કૃતિ છેલ્લે બરેલી કી બરફી ફિલ્મમાં દેખાઇ હતી. જ્યારે અર્જુન કપુર મુબારકા ફિલ્મમાં દેખાયો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. નવી નવી જાડી હવે જાવા મળી રહી છે.