loader

Breaking News


Home > Bollywood > અર્જુન રામપાલ અને મેંહર જેસરીયા અલગ થયાં, ૨૦ વર્ષ જૂનાં સંબંધનો અંત


Foto

અર્જુન રામપાલ અને મેંહર જેસરીયા અલગ થયાં, ૨૦ વર્ષ જૂનાં સંબંધનો અંત

May 28, 2018, 3:20 p.m.
      Whatsapp   

:માનવમિત્ર,મુંબઈ:અર્જુન રામપાલ અને તેની પત્ની મેહર જેસરીયાએ એકબીજાની પરસ્પર સહમતીથી અલગ થઇ ગયાં છે. લગ્નનાં ૨૦ વર્ષ બાદ બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો હતો. અર્જુન રામપાલ અને મેહર જેસરીયાએ પોતાનાં જોઈન્ટ સ્ટેટમેન્ટમાં આ બાબતની જાણકારી આપી હતી.તેમણે કહ્યું કે ” "પ્રેમ અને અદ્ભુત યાદોને 20 વર્ષ પછી, અમારો માર્ગ અલગ થઈ રહ્યો છે, અમને લાગે છે કે હવે સમય અલગ થયો છે, અમારા સંબંધો હંમેશા મજબૂત થયા છે અને તે પહેલાંની જેમ હશે. શરૂ થવાનું છે. " બંને કપલે લોકોને તેમના નિવેદનમાં અપીલ કરી છે કે તેઓ તેમની ગોપનીયતાને ખલેલ ના પહોચાડે.અર્જુન રામપાલ અને મેંહર જેસરીયાએ ૧૯૯૮માં એકબીજા સાથે લગ્ન કર્યા હતાં તેમનાં બે બાળકોમાં ૨ પુત્રીઓ છે.મોટી પુત્રી મહિકા ૧૬વર્ષની અને નાની પુત્રી માયરા ૧૩ વર્ષની છે.

સુત્રોની માનીએ તો આ બંને કપલના ડિવોર્સ માટે રિતિક રોશનની પૂર્વ પત્ની સુજાઝ ખાનને જવાબદાર ઠેરવવામાં આવે છે.આ ઉપરાંત અર્જુનનાં સુઝાન સાથેનાં અફેરને પણ જવાબદાર ઠેરવવામાં આવે છે.જો કે અર્જુન આ વાતનો સતત ઈન્કાર કરતો આવ્યો છે.અર્જુન રામપાલનાં ચાહકો આ ન્યુઝ સાંભળીને નિરાશ થઇ ગયા હતાં.