loader

Breaking News


Home > Bollywood > અર્જુને ફોટોગ્રાફરને કહ્યું “જ્યાદા લગી તો નહીં”


Foto

અર્જુને ફોટોગ્રાફરને કહ્યું “જ્યાદા લગી તો નહીં”

May 4, 2018, 12:03 p.m.
      Whatsapp   

માનવમિત્ર,મુંબઈ:હાલમાં સોનમ કપૂરનાં લગ્ન હોવાથી તેનાં ઘરે લોકોની આવનજાવન ખુબ વધી છે તેને શુભેચ્છાઓ આપવા આવતાં તેનાં પરિવારજનો મિત્રોને કારણે આખો દિવસ તેનું ઘર મહેમાનોથી ભરેલું હોય છે. અર્જુન કપૂર પણ કાલે સોનમના ઘરે આવ્યો હતો. સોનમના લગ્ન હોવાથી ફોટોગ્રાફરો પણ પોતનાં એક્સક્લુઝિવ ફોટા પાડવા પણ સોનમના ઘરની આસપાસ આંટાફેરા કરતા હોય છે.

આ દરમિયાન જેવો અર્જુન સોનમના ઘરેથી નીકળ્યો તરત જ એક ફોટોગ્રાફર અર્જુનની તસ્વીર લેવાં પડાપડી કરતો જોવાં મળ્યો હતો, આ દરમિયાન તે ફોટોગ્રાફરનો પગ લપસતાં તે પડી ગયો હતો. અર્જુને ફોટોગ્રાફરનો નીચે પડવાનો અવાજ સાંભળતા કારમાં બેસતાં અટકી ગયો અને ફોટોગ્રાફરને તરત કહ્યું બહુ વધારે તો વાગ્યું નથી ને, "અર્જુને સામો એવો પણ પ્રશ્ન કર્યો કે તને મારાં ૧૦ ફોટા લેવી હોય તો લઇ લે પણ તું તારી જાતની સંભાળ રાખ." અર્જુનનો આ વિડીયો હાલ સોશીયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.”