loader

Breaking News


Home > National > સેના પ્રમુખે વધુ એક સર્જિકલ સ્ટ્રાઇક કરવાનું આપ્યું નિવેદન


Foto

સેના પ્રમુખે વધુ એક સર્જિકલ સ્ટ્રાઇક કરવાનું આપ્યું નિવેદન

Sept. 26, 2018, 10:24 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : સેના પ્રમુખ બિપિન રાવતે સોમવારે એક મોટું નિવેદન આપતા કહ્યુ કે, લાઇન ઓફ કંટ્રોલ પાસે રહેલા આતંકી ઠેકાણાઓનો નાશ કરવા માટે વધુ એક સર્જિકલ સ્ટ્રાઇકની જરૂર છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું વધુ એક સર્જિકલ સ્ટ્રાઇક કરવાની જરૂર છે ત્યારે તેમણે કહ્યુ કે, જમ્મુ-કાશ્મીરની વર્તમાન સ્થિતિ જોતા આવી કાર્યવાહી કરવી જોઈએ.



આર્મી ચીફે કહ્યુ, મારું માનવું છે કે વધુ એક કાર્યવાહી (સર્જિકલ સ્ટ્રાઇક)ની જરૂર છે. પરંતુ હું એ ખુલાસો નહીં કરું કે અમે તેને કેવી રીતે અંજામ આપીશું. આ ઇન્ટરવ્યું સોમવારે પ્રસારિત કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે ભારતીય સેનાએ બે વર્ષ પહેલા ૨૯મી સપ્ટેમ્બરનાં રોજ લાઇન ઓફ કંટ્રોલ પાર આતંકીઓનાં ઠેકાણા પર સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. રાવતે ઇન્ટરવ્યું દરમિયાન ભારત સરકારનાં એ નિર્ણયનું સમર્થન કર્યું હતું, જેમાં પાકિસ્તાન સાથે વાતચીત રદ કરવામાં આવી હતી. પાકિસ્તાનનાં વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કહ્યુ કે, પાકિસ્તાન સાથે વાતચીતની ભારતની ઇચ્છા ન હોવા છતાં ઇસ્લામાબાદ તરફથી શાંતિ માટેનાં પ્રયાસો ચાલુ રહેશે.