loader

Breaking News


Home > Gujarat > ભાજપ સરકારની રાજકીય કિન્નાખોરી, પરેશ ધાનાણીનું ધરપકડ વોરંટ ઈશ્યુ કરાયું


Foto

ભાજપ સરકારની રાજકીય કિન્નાખોરી, પરેશ ધાનાણીનું ધરપકડ વોરંટ ઈશ્યુ કરાયું

Jan. 29, 2018, 1:30 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમરેલી : અમરેલીનાં ધારાસભ્ય અને વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીનું ધરપકડ વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું છે. આ ધરપકડ વોરંટ પાછળ ભાજપ સરકારનો હાથ હોવાનું પરેશ ધાનાણીએ જણાવ્યું હતું. જાહેરનામાનો ભંગ કરીને પુતળું બાળવાના કેસમાં પરેશ ધાનાણી, વીરજી ઠુમ્મર સહીત કોંગ્રેસના અન્ય ૧૧ નેતાઓ સામે ધરપકડ વોરંટ ઈશ્યુ કરીને કોર્ટમાં હાજર કરવાનું કહેવાયું છે. આ અગાઉ હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણી, પ્રવીણ તોગડિયા વિરુદ્ધ પણ ધરપકડ વોરંટ ઈશ્યુ કરવામાં આવેલ છે.

આ મુદ્દે પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર અંગ્રેજો કરતાં પણ વધુ ખરાબ છે, અંગ્રેજોના શાસનમાં આ રીતે ખોટા કેસ કરવામાં નહોતા આવતાં. વધુમાં પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર મારી ઉપર એક હજાર કેસ કરશે તો પણ હું ખેડૂતો અને ગરીબો માટે લડતો રહીશ. આમ ભાજપ સરકાર હવે તેના રાજકીય હિસાબો સરભર કરવા બેઠી હોય તેમ તેના વિરોધીઓને ટાર્ગેટ બનાવી રહી છે.

ઉલ્લેખનીય છે કે પરેશ ધાનાણી વિરુદ્ધ અમરેલીમાં જાહેરનામાના ભંગ બદલ કુલ ૧૪ ફરિયાદો નોંધાયેલ છે. આ ઉપરાંત પરેશ ધાનાણી સહીતના અન્ય ૧૧ નેતાઓને પણ કોઈ જાતના સમન્સ મળ્યા નથી તેમ છતાં ધરપકડ વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું છે. ગત વિધાનસભાની ચુંટણીમાં ભાજપનું અમરેલી જીલ્લામાં સાફ ધોવાણ થઇ ગયું હતું જેની કિન્નાખોરી સરકાર રાખી રહી હોય તેવું સુત્રો જણાવી રહ્યાં છે.