loader

Breaking News


Home > National > ૩ મહિના બાદ આજે રાજ્યસભા પહોંચશે અરુણ જેટલી, ઉપસભાપતિ ચુંટણીમાં નાંખશે વોટ


Foto

૩ મહિના બાદ આજે રાજ્યસભા પહોંચશે અરુણ જેટલી, ઉપસભાપતિ ચુંટણીમાં નાંખશે વોટ

Aug. 9, 2018, 10:46 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ગુરુવારે આજે રાજ્યસભામાં થનાર રાજ્યસભાની ઉપસભાપતિની ચુંટણી સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી માટે મહત્વનો દિવસ છે. ભાજપ રાજ્યસભામાં ભલે સૌથી મોટું દળ હોય પરંતુ NDA નાં ઉમેદવારને જીતાડવા માટે પર્યાપ્ત સંખ્યાબળ ના હોવાને કારણે ભાજપ માટે દરેક વોટ મહત્વપૂર્ણ છે. આ કારણે જ લાંબી બીમારી સામે ઝઝૂમી રહેલાં સદનનાં નેતા અરુણ જેટલી આજે ત્રણ મહિના બાદ રાજ્યસભામાં પહોંચશે.

સુત્રોએ આ માહિતીની ખરાઈ આપતા જણાવ્યું હતું કે મોદી સરકારનાં વરિષ્ઠ મંત્રી અરુણ જેટલી ઉપસભાપતિ ચુંટણીમાં વોટ આપવા આવશે. જેટલી રાજ્યસભામાં NDA ઉમેદવાર હરિવંશનાં પક્ષમાં એક પ્રસ્તાવ વાંચીને ઔપરીચારીકતા પૂરી કરશે ત્યારબાદ વોટીંગ પ્રકિયા શરુ થશે.