loader

Breaking News


Home > National > અરુણ જેટલી - વિજય માલ્યા એક માર્ચે મળ્યા જ નથી : ભાજપ


Foto

અરુણ જેટલી - વિજય માલ્યા એક માર્ચે મળ્યા જ નથી : ભાજપ

Sept. 15, 2018, 3:38 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : કોંગ્રેસના દાવાને ફગાવી દેતા ભારતીય જનતા પાર્ટી તરફથી તે દિવસનું વિવરણ આપવામાં આવ્યું છે જેમાં ક્યાંય પણ જેટલી અને માલ્યાની મુલાકાતની વાત નથી. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા પી.એલ. પુનિયાનાં જણાવ્યા અનુસાર લંડન ફરાર થવાના એક દિવસ અગાઉ ભાગેડુ શરાબ વેપારી વિજય માલ્યા અને નાણામંત્રી અરુણ જેટલીની મુલાકાત યોજાઈ હતી જો કે ભાજપના સૂત્રોના જણાવ્યાં મુજબ જેટલી તે દિવસે સંસદમાં જ નહોતા એટલે માલ્યા સાથેની બેઠકની વાત ખોટી છે.

આ અઠવાડિયાની શરૂઆતમાં કોંગ્રેસ નેતા પીએલ પુનિયાએ જણાવ્યું હતું કે સંસદના સેન્ટ્રલ હોલમાં હું હતો. એક ખૂણામાં મેં જેટલી અને માલ્યાને ચર્ચા કરતાં જોયા. પાંચથી છ મિનિટ બાદ તેઓ બેન્ચ પર બેઠા અને ચર્ચા શરુ કરી હતીમાલ્યા ફક્ત અરુણ જેટલીએ જ મળવા આવ્યાં હતા. તેઓએ ચેલેન્જ આપતા કહ્યું હતું કે મારી વાત ખોટી હોય તો તમે સીસીટીવી ફૂટેજ જોઈ શકો. હું ખોટો પડીશ તો રાજીનામુ આપી દઈશ.