loader

Breaking News


Home > National > અધિકારીઓની ટ્રાન્સફરને રાફેલ ડીલ સાથે જોડાતાં અરુણ જેટલીએ કહ્યું, આ બકવાસ છે


Foto

અધિકારીઓની ટ્રાન્સફરને રાફેલ ડીલ સાથે જોડાતાં અરુણ જેટલીએ કહ્યું, આ બકવાસ છે

Oct. 24, 2018, 2:26 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : સીબીઆઈ સંકટ પર નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું હતું કે દરેક ગંભીર કેસ સીબીઆઈને સોંપવામાં આવે છે. સીબીઆઈ મુખ્ય તપાસ એજન્સી છે. સીબીઆઈમાં વિચિત્ર, દુર્ભાગ્યવશ સ્થિતિ બની ગઈ છે. સ્પેશ્યલ ડાયરેક્ટર પર આરોપ લાગ્યા છે તે ખુબ મોટી વાત છે.

કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ જણાવ્યું હતું કે સીવીસીએ કાલની બેઠકમાં કહ્યું હતું કે તેમના પર લાગેલા આરોપોની તપાસ આ બંને અધિકારીઓ અથવા બંનેના સુપરવિઝન વાળી કોઈ એજન્સી નથી કરી શકતી તેટલા માટે તેઓને રજાઓ પર મોકલી દેવા જોઈએ આજ સૌથી નિષ્પક્ષ રીત હશે. સીવીસીના નિદેશ અને સરકારનું એક્શન સીબીઆઈની નિષ્પક્ષતા અને વિશ્વસનીયતા જાળવી રાખવા માટે છે.

કોંગ્રેસ સહીતની પાર્ટીઓ દ્વારા લગાવવામાં આવી રહેલ આરોપની સીબીઆઈ ડાયરેક્ટરનું ટ્રાન્સફર રાફેલ ડીલની તપાસ રોકવાના ઈરાદાથી કરવામાં આવી છે. અરુણ જેટલીએ તેના પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આ બધું બકવાસ છે. શું વિપક્ષને ખબર છે કે સીબીઆઈની અંદર શું ચાલી રહ્યું છે?