loader

Breaking News


Home > National > IAS અધિકારીઓની હડતાલ ખતમ કરાવવા અરવિંદ કેજરીવાલે PM મોદીને પત્ર લખ્યો


Foto

IAS અધિકારીઓની હડતાલ ખતમ કરાવવા અરવિંદ કેજરીવાલે PM મોદીને પત્ર લખ્યો

June 14, 2018, 3:47 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને IAS અધિકારીઓની હડતાલ ખતમ કરાવવા માટે તેમના હસ્તક્ષેપની માંગ કરી હતી. સાથે સાથે તેઓએ દાવો કર્યો હતો કે ઉપરાજ્યપાલ અનિલ બૈજલ આ હડતાલ ખતમ કરાવવા માટે કોઈ પગલાં ઉઠાવી રહ્યાં નથી. મોદીને લખેલ પત્રમાં કેજરીવાલે તે ઘટનાઓનો ઉલ્લેખ કર્યો જેમાં છેલ્લા ત્રણ મહિનાથી મંત્રીઓની સાથે બેઠકોમાં અધિકારીઓ સામેલ ના થતા સરકારી કામકાજ અટકી પડ્યું છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આઈએએસ અધિકારીઓની કથિત હડતાલને કારણે દિલ્હીમાં ચોમાસા પહેલા નાળાની સફાઈ, મોહલ્લા ક્લિનિક શરુ કરવામાં તેમજ વાયુ પ્રદુષણ પર લગામ લગાવવા માટેના કાર્યો અટકી પડ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે વાયુ પ્રદુષણને અટકાવવા માટે છેલ્લા ત્રણ મહિનાથી અધિકારીઓ અને મંત્રીઓ વચ્ચે કોઈ બેઠક થઇ નથી.