loader

Breaking News


Home > National > રેપનાં આરોપી આશારામે મીડિયા ટ્રાયલને ગણાવી જવાબદાર, આજીવન કેદ વિરુદ્ધ કરી અરજી


Foto

રેપનાં આરોપી આશારામે મીડિયા ટ્રાયલને ગણાવી જવાબદાર, આજીવન કેદ વિરુદ્ધ કરી અરજી

July 3, 2018, 2:58 p.m.
      Whatsapp   

માનવમિત્ર, જોધપુર : આશ્રમમાં બળાત્કાર કેસમાં દોષી સંત આશારામે પોતાની સજા માટે મીડિયા ટ્રાયલને જવાબદાર ઠેરવી છે. ગઈકાલે આશારામે પોતાની ઉમ્રકેદની સજા વિરુદ્ધ અપીલ દાખલ કરી તેને રદ કરવાની માંગ કરી છે. આશારામના વકીલ નિશાંત બોરાએ જણાવ્યું હતું કે અમે રાજસ્થાન હાઇકોર્ટમાં સ્પેશ્યલ કોર્ટે પોક્સો કાયદા હેઠળ આપવામાં આવેલ સજા વિરુદ્ધ અપીલ કરી છે જેમાં આશારામને દોષિત માનીને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી.

આશ્રમની અપીલમાં જણાવવામાં આવ્યું છે કે ટ્રાયલ કોર્ટે પોતાના નિર્ણયમાં ઘણી ચીજોને નજરઅંદાજ કરી છે। અપીલમાં કહ્યાં મુજબ આ કેસ સ્પષ્ટ રીતે મીડિયા તરફથી ચલાવવામાં આવેલ ટ્રાયલનું ઉદાહરણ છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં અન્ય બે લોકોને પણ કોર્ટે દોષિત ઠેરવીને 20 - 20 વર્ષની સજા અને 1 - 1 લાખ રૂપિયાનો દંડ કર્યો હતો.