loader

Breaking News


Home > National > માનસીનાં મૃતદેહને સુટકેસમાં ભરીને ફેંકી દેનાર હત્યારો આખરે પકડાયો


Foto

માનસીનાં મૃતદેહને સુટકેસમાં ભરીને ફેંકી દેનાર હત્યારો આખરે પકડાયો

Oct. 18, 2018, 12:29 p.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઇ : ઓલા ડ્રાઇવરની સાવધાનીનાં કારણે પોલીસે આખરે ૨૦ વર્ષની મોડલ માનસી દીક્ષિતના હત્યારાને પકડી લેવામાં સફળતા મેળવી છે. ઓલા ડ્રાઇવર માનસીની ક્રુર હત્યા પાછળ એકમાત્ર સાક્ષી તરીકે હતો. તેની કેબમાં માનસીનાં મૃતદેહને સુટકેસમાં ભરીને ફેંકી દેવામાં આવ્યો હતો.



આ મામલે પોલીસે કહ્યુ છે કે હત્યા પાછળનાં કારણો હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યા નથી. પોલીસનું કહેવુ છે કે માનસી અને અપરાધી વચ્ચે કોઇ વાતને લઇને લડાઇ થઇ હતી. આ ગાળા દરમિયાન આ શખ્સે લાકડાનાં સ્ટુલને ઉપાડીને માનસીનાં માથામાં ફટકારી દેતા તેનું મોત થયુ હતુ. ત્યારબાદ તેના મૃતદહેને તેના ઘરમા રહેલા સુટકેસમાં ભરીને ઓલા બુક કરાવી દેવામાં આવી હતી. ત્યારબાદ ઓલા ડ્રાઇવરને એરપોર્ટ તરફ જવા કહેવામાં આવ્યુ હતુ. ત્યારબાદ આ શખ્સે અધવચ્ચે માલાડમાં કાર રોકવા માટે કહ્યુ હતુ. તે ત્યાં ઉતરી ગયો હતો અને સુટકેસને ત્યાં જ ફેંકી દીધો હતો. ત્યારબાદ ત્યાંથી ઓટો પકડીને અન્યત્ર જતો રહ્યો હતો.

ઓલાનાં ડ્રાઇવરને શંકા જતા તેણે તુરંત જ પોલીસને ફોન કરી દીધો હતો. પોલીસે એ ફોન નંબરની માંગ કરી હતી જેના આધાર પર ઓલા બુક કરાવવામાં આવી હતી. મોબાઇલ કંપની પાસેથી મંગાવવામાં આવેલી ડિટેલનાં આધાર પર પોલીસે અપરાધીની શોધ હાથ ધરી હતી. તેના લોકેશનને શોધી લેવામાં આવ્યા બાદ ચાર કલાકનાં ગાળામાં જ પોલીસે તેની ધરપકડ કરી હતી. બેગ ઉઠાવવામાં અપરાધીની મદદ કરી ત્યારે તેને શંકા ગઇ હતી. ડ્રાઇવરે નામ જાહેર નહીં કરવાની શરતે કહ્યુ હતુ કે કડવો અનુભવ થયો હતો. તે છેલ્લા ત્રણ વર્ષથી ઓલા કાર ચલાવે છે પરંતુ પ્રથમ વખત ખરાબ અનુભવ થયો હતો.