loader

Breaking News


Home > National > અટલ બિહારી વાજપાઇને એઈમ્સમાં દાખલ કરાયા, ડોક્ટરોએ કહ્યું રૂટીન ચેકઅપ


Foto

અટલ બિહારી વાજપાઇને એઈમ્સમાં દાખલ કરાયા, ડોક્ટરોએ કહ્યું રૂટીન ચેકઅપ

June 11, 2018, 2:10 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : દેશનાં પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાઈને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. સુત્રોનાં જણાવ્યાં મુજબ રૂટીન ચેક અપ માટે તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ડોક્ટરોએ તેમને એઈમ્સમાં ભરતી થવાની સલાહ આપી હતી ત્યારબાદ તેઓને અહી લાવવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે વાજપાઈ છેલ્લા ઘણા વર્ષોથી બીમાર છે અને તેઓ એઈમ્સના નિદેશક ડોક્ટર રણદીપ ગુલેરિયાની દેખરેખમાં છે. ભાજપનાં સંસ્થાપક સભ્યોમાં સામેલ વાજપાઈ ત્રણ વખત દેશનાં વડાપ્રધાન રહી ચુક્યા છે. તેઓને દેશનાં સૌથી સર્વોચ્ચ એવોર્ડ ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યાં છે.