loader

Breaking News


Home > Bollywood > અથિયા લાંબી ઇનિગ્સ રમવા માટે ઇચ્છુક


Foto

અથિયા લાંબી ઇનિગ્સ રમવા માટે ઇચ્છુક

Dec. 16, 2017, 11 a.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઇ : કોમેડી ફિલ્મ મુબારકાને બોક્સ ઓફિસ પર સફળતા મળતા સેક્સી અથિયા શેટ્ટી હવે બોલિવુડમાં લાંબી ઇનિગ્સ રમવા માટે ઇચ્છુક છે. આશાસ્પદ સ્ટાર અને વિતેલા વર્ષોના લોકપ્રિય સ્ટાર સુનિલ શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટીનુ કહેવુ છે કે તે આગામી સમયમાં એક્શન ફિલ્મમાં કામ કરવા માટે તૈયાર છે. હાલમાં રજૂ થયેલ નવી એડમાં તે એક બાઇકમાં નજરે પડી રહી છે.

વિતેલા વર્ષોના સુપરસ્ટાર અભિનેતામાં સામેલ રહેલા સુનિલ શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટી પાસે હાલમા કોઇ મોટી ફિલ્મ આવી રહી નથી. અથિયા મુબારકામાં પીઢ અભિનેતા અનિલ કપુર, અર્જૂન કપુર અને ઇલિયાના ડી ક્રુઝની સાથે નજરે પડી હતી. અનીસ બાજમી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધુમ મચાવી ગઇ હતી. અનિલ કપુર લાંબા સમય બાદ ફિલ્મમાં નજરે પડ્યો હતો. આ ફિલ્મ ૨૮મી જુલાઇના દિવસે રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદથી ફિલ્મને સફળતા મળી હતી.

સુનિલ શેટ્ટીની પુત્રી અથિયાએ નિખિલ અડવાણી દ્વારા નિર્દેશિત એક્શન ફિલ્મ હિરો સાથે બોલિવુડમાં પ્રવેશી હતી. વર્ષ ૨૦૧૫માં આ ફિલ્મ રજૂ કરવામાં આવી હતી.

ફિલ્મમાં અભિનેત્રી તરીકે અથિયાની સાથે અભિંનેતા તરીકે ફિલ્મમાં સુરજ પંચોલીએ ભૂમિકા અદા કરી હતી. આ ફિલ્મ પીઢ ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઇની વર્ષ ૧૯૮૩માં આવેલી ફિલ્મની રિમેક હતી. વિતેલા વર્ષોની હિરો ફિલ્મમાં અભિનેતા તરીકેની ભૂમિકામાં જેકી શ્રોફે ભૂમિકા અદા કરી હતી. અથિયાએ કહ્યુ છે કે એક કલાકાર હમેંશા કઇંક કઇંકને શિખે છે. તેમાં કુશળતા શિખવાની હોવી જાઇએ. દરેક બાબત પર તે વધારે ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, મોટા સ્ટાર સાથે કામ કરવાની તેની ઇચ્છા રહેલી છે.

https://www.facebook.com/manavmitranews/