loader

Breaking News


Home > Gujarat > આજે ધનતેરસના પવિત્ર તહેવારને લઇને ઉત્સાહનું વાતાવરણ


Foto

આજે ધનતેરસના પવિત્ર તહેવારને લઇને ઉત્સાહનું વાતાવરણ

Nov. 5, 2018, 5:25 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : દિવાળીના પર્વમાં આજે વાઘબારસના પર્વની સરસ્વતી માતાના પૂજન અને ગૌપૂજન સાથે ઉજવણી કરવામાં આવી હતી. સોલા ભાગવત, જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિર, થલતેજ કૈલાશ ટેકરી સહિતના મંદિરોમાં ગૌમાતાનું વિધિવત્‌ પૂજન કરવામાં આવ્યું હતું. તો, આજના વાઘબારસના પર્વ નિમિતે સરસ્વતી માતાનું પણ શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજન કરાયું હતું. હવે આવતીકાલે તા.૫મી નવેમ્બરના રોજ સોમવારે ધનતેરસનું પર્વ હોઇ શહેરીજનો સહિત રાજયભરના પ્રજાજજનો ધનતેરસની ઉજવણીને લઇ ભારે ઉત્સાહિત અને ખુશ છે.

ધનતેરસ એટલે ભગવાન ધન્વન્તરિની આરાધના અને મહાલક્ષ્મી માતાના પૂજનનું પવિત્ર પર્વ. આવતીકાલે શહેરની સિવિલ હોસ્પિટલ, સિવિલની જ મણિબહેન આયુર્વેદિક હોસ્પિટલ સહિતની વિવિધ હોસ્પિટલમાં ડોકટરો અને સ્ટાફ દ્વારા ભગવાન ધન્તન્તરિની વિધિવત્‌ પૂજા કરવામાં આવશે અને તેમના આશીર્વાદ મેળવવામાં આવશે. સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો.એમ.એમ.પ્રભાકરે જણાવ્યું હતું કે, ભગવાન ધન્વંતરિને હિન્દુ ધર્મમાં આરોગ્યના દેવતા મનાયા છે. તેઓ એક મહાન ચિકિત્સક હતા, જેમને દેવનું પદ પ્રાપ્ત થયું. માન્યતા અનુસાર તેઓ ભગવાન વિષ્ણુના અવતાર છે. તેમનું પૃથ્વી પર અવતરણ સમુદ્ર મંથન સમયે થયું હતું.