loader

Breaking News


Home > Gujarat > ભાવનગરમાં ખેડૂતો પર પોલીસ દ્વારા અત્યાચાર, બેફામ લાઠીચાર્જ કરાયો


Foto

ભાવનગરમાં ખેડૂતો પર પોલીસ દ્વારા અત્યાચાર, બેફામ લાઠીચાર્જ કરાયો

May 15, 2018, 3 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ભાવનગર : ભાવનગર જીલ્લામાં ઘોઘા તાલુકાના બાડી પડવા ગામે ગુજરાત પાવર કોર્પોરેશન લિ.(જીપીસીએલ) દ્વારા થઇ રહેલ જમીન સંપાદનનો વિરોધ કરી રહેલા ૧૨ ગામના સ્થાનિક ખેડૂતો અને પોલીસ વચ્ચે આજે ફરી એકવાર જોરદાર ઘર્ષણ સર્જાયું હતું. જેમાં પોલીસે પોતાના હક્ક અને અધિકાર માટે લડી રહેલા ખેડૂતો અને ગ્રામીણ મહિલાઓ પર અમાનવીય રીતે લાઠીચાર્જ કરી તેમને ફટકાર્યા હતા અને તેમની પર બેરહમીથી લાઠીઓ વીંઝી હતી.

પોલીસ અત્યાચારને પગલે સમગ્ર રાજયભરમાં ખેડૂતોમાં ઉગ્ર આક્રોશની લાગણી ભભૂકી ઉઠી છે. વિરોધ કરી રહેલા ખેડૂતોને વિખેરવા અને પરિસ્થિતિ કાબૂમાં લેવા પોલીસે ૫૦થી વધુ ટીયરગેસના શેલ પણ છોડયા હતા. ઉલ્લેખનીય છે કે, ભાવનગરના ઘોઘા તાલુકામાં છેલ્લા દોઢ મહિનાથી બાડી પાડવા ખાતે ખેડૂતો- ગ્રામીણ મહિલાઓ ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થઇ જીપીસીએલ અને સરકારી તંત્ર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે તેમ છતાં હજુ સુધી સરકાર કે તંત્રના એક માણસે ખેડૂતોની દિલની વ્યથા સમજવાની તસ્દી સુધ્ધાં લીધી નથી. જીપીસીએલના જમીન સંપાદન અને સરકારી તંત્રની મિલીભગત સામે સ્થાનિક ખેડૂતોમાં ઉગ્ર રોષની લાગણી ફેલાયેલી છે અને તેના વિરોધમાં આજે ખેડૂતોએ ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થઇ સુરકા ગામથી રેલી યોજવાનો પ્રારંભ કર્યો હતો.