loader

Breaking News


Home > National > UP એટીએસે બ્રહ્મોસની જાણકારી પાકિસ્તાનને આપતાં DRDO નાં કર્મચારીને પકડ્યો


Foto

UP એટીએસે બ્રહ્મોસની જાણકારી પાકિસ્તાનને આપતાં DRDO નાં કર્મચારીને પકડ્યો

Oct. 8, 2018, 4:48 p.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઈ : સુરક્ષા મુદ્દે આજે ભારતીય એજન્સીઓને મોટી સફળતા હાથ લાગી છે. ઉત્તર પ્રદેશ એટીએસે સોમવારે મહારાષ્ટ્રના નાગપુરથી DRDO ના કર્મચારી નિશાંત અગ્રવાલની ધરપકડ કરવામાં આવી છે. આ કર્મચારી પર સુરક્ષા સંબંધી ગુપ્ત માહિતી એજન્સી પાકિસ્તાની આઇએસઆઈને આપવાનો આરોપ છે. આ કર્મચારી ભારતના અત્યંત મહત્વપૂર્ણ મિસાઈલ 'બ્રહ્મૉસ' સંબંધિત માહિતી પાકિસ્તાન અને અમેરિકાને આપી રહ્યો હતો.

તમને જણાવી દઈએ કે નાગપુરમાં સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) ના બ્રહ્મોસ યુનિટમાં નિશાંત અગ્રવાલ કામ કરતો હતો. સોમવાર સવારે ત્યાં યુપી એટીએસ અને ઇન્ટેલિજન્સ મીલીટ્રી દિલ્હીએ રેડ પાડી હતી. નિશાંત અગ્રવાલ પર આરોપ છે કે તેણે બ્રહ્મોસ મિસાઈલ સાથે જોડાયેલ ટેક્નોલોજીની માહિતી અમેરિકા અને પાકિસ્તાની એજન્સીઓને આપી છે.