loader

Breaking News


Home > National > મુબંઇ હુમલાનાં આરોપી સાથે અમેરિકાની જેલમાં થયો હુમલો


Foto

મુબંઇ હુમલાનાં આરોપી સાથે અમેરિકાની જેલમાં થયો હુમલો

July 24, 2018, 8:59 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : મુંબઇ હુમલાનાં આરોપી ડેવિડ હેડલી પર અમેરિકાની જેલમાં હુમલો થયો હોવાના સમચાર સામે આવ્યા છે. જેમાં મળતી માહિતી અનુસાર જેલનાં જ બે કેદીઓએ તેના પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યુ છે, હાલમાં તેને અમેરિકાની નોર્થ એવેસ્ટન હોસ્પિટલમાં સારવાર અર્થે ભરતી કરવામાં આવ્યો છે. જ્યા ડોક્ટર્સનાં કહેવા અનુસાર તેની હાલાત અતિ ગંભીર હોવાનું સામે આવ્યુ છે.



ડેવિડ હેડલી અમેરિકાની શિકાગોની જેલમાં બંધ છે. જ્યા તેના પર તે જ જેલનાં બે કેદીઓએ હુમલો કરતા હાલાત અતિ ગંભીર થઇ છે. આ હુમલામાં ગંભીરરૂપથી ઘાયલ ડેવિડ હેડલીને શિકાગોની નોર્થ એવેસ્ટન હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર તેને આઇસીયુમાં રાખવામાં આવ્યો છે.

તમને જણાવી દઇએ કે, ડેવિડ હેડલી 26/11નાં મુંબઇ હુમલામાં મુખ્ય કાવતરાખોરોમાં ભાગીદાર છે. તે પાકસ્તાનની ગુપ્ત સંસ્થા આઇએસઆઇ સાથે કામ કરતો હતો. તેણે મુંબઇમાં હુમલો થયા પહેલા અહીનાં મોટા ભાગનાં વિસ્તારોની રેકી કરી હતી. તેણે મુંબઇમાં જ્યા હુમલાઓ થયા હતા તેની રેકી દરમિયાન ફોટોઝ લીધી હતી. જેમાં તેને અમેરિકાની કોર્ટે 24 જાન્યુઆરીનાં રોજ દોશી ઠેરાવતા 35 વર્ષની સજા સંભળાવી છે.