loader

Breaking News


Home > Gujarat > ઉત્તર ભારતીયો પર થઇ રહેલાં હુમલાઓ માટે CM ને કરવામાં આવે બરખાસ્ત, કોંગ્રેસની માંગ


Foto

ઉત્તર ભારતીયો પર થઇ રહેલાં હુમલાઓ માટે CM ને કરવામાં આવે બરખાસ્ત, કોંગ્રેસની માંગ

Oct. 13, 2018, 10:02 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : રાજ્યમાં ઉત્તર ભારતીયો પર થઇ રહેલા હુમલાઓ માટે કોંગ્રેસે સત્તાધારી ભાજપને જવાબદાર ગણાવી છે. કોંગ્રેસનાં બિહાર પ્રભારી શક્તિસિંહ ગોહિલે આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં ભાજપનાં એક આયોજનપૂર્વક ષડયંત્ર દ્વારા ઉત્તર ભારતીયો પર હુમલા કરાવવામાં આવ્યા. તેઓએ ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને બરખાસ્ત કરવાની અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ કરી છે.

કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે કહયું હતું કે આ પ્રકારની ઘટનાઓથી એક સાચો ગુજરાતી શરમ અનુભવે છે. મારુ માથું પણ શરમથી નમી જાય છે જયારે ભાજપનાં ષડયંત્ર મુજબ આ પ્રકારની ઘટનાઓ ઘટે છે. વાઇબ્રન્ટ ગુજરાતમાં સરકારની પસંદગીના અમુક લોકોને ઘણું બધું મળ્યું પરંતુ એક સામાન્ય ગુજરાતીને કઇ નથી મળ્યું.

તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતીઓને કામ જોઈએ, યુવાનો પાસે રોજગાર નથી. બીજી તરફ ભાજપ સરકાર નિષ્ફળ છે. ઉત્તર ભારતીયો પર થઇ રહેલા હુમલાઓને લઈને તેઓએ જણાવ્યું હતું કે ગુના કરવાવાળાનો કોઈ ધર્મ, પ્રાંત કે જાતિ હોતી નથી.