loader

Breaking News


Home > Gujarat > ધારાસભ્યોના પગાર વધારાના વિરોધમાં ગાંધીજયંતિના દિવસે આત્મવિલોપન કરીશ : અતુલ દવે


Foto

ધારાસભ્યોના પગાર વધારાના વિરોધમાં ગાંધીજયંતિના દિવસે આત્મવિલોપન કરીશ : અતુલ દવે

Sept. 22, 2018, 4:14 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ગુજરાત આજે દેવાતળે દબાતું જાય છે, ત્યારે ખર્ચ ઘટાડવાને બદલે તોતીંગ વધી રહ્યો છે. પ્રજાની હાડમારી અને પ્રશ્નો એજ જગ્યો પડેલા છે, ત્યારે ફેસબુક ઉપર અતુલ દવે દ્વારા ધારાસભ્યોના પગરા વધારાના વિરોધમાં ગાંધીજયંતિના દિવસે આત્મવિલોદન કરવાની ચીમકી આપીને ગુજરાતના અનેક કારણો દર્શાવીને પ્રજાને પણ વિચારતી કરી દીધી છે.

અતુલ દવે દ્વારા જણાવેલ કે ગુજરાતનું અઢી લાખ કરોડનું દેવું છે. ગુજરાતમાં દોઢ લાખ બાળકો કુપોષીત છે. ગુજરાતના લાખો ખેડૂતો દેવામાં છે. નાંણાના અભાવે પ્રાથમીક શાળામાં પૂરતા ઓરડા નથી બનાવી શકાતા, શિક્ષણ પણ ખાડે ગયું હોય ેતમ મોંઘી દાટ સ્કૂલો, ટ્યુશનીયા મોંઘા દાટ, લાખો લોકો બેકાર, મોંઘવારી અને રોજબરોજ પેટ્રોલ ડીઝલના ભાવો વધતાં અને સરકાર બીજી બાજુ ટેક્સ નાંખવામાં બાકી કશું રાખ્યું નથી ત્યારે રાજ્ય સરકારમાં ફિક્સ પગારો અને કોન્ટ્રાક્ટ બેઈઝ કામ કરતાં કર્મચારીઓને પગરા વધારવામાં રાજ્ય સરકારને ફાંફા પડી રહ્યા છે.ત્યારે મંત્રીઓ, ધારાસભ્યોના પગાર વધારો કરવામાં નાંણાની તકલીફ નડતી નથી ? ધારાસભ્યોના પગારમાં થયેલો તોતીંગ વદારો શું યોગ્ય છે.

આજે તોતીંગ વધારો કર્યા બાદ કાલે દરેક ધારાસભ્યોને ૨૦૦ વીઘા જમીન, ૫ બંગલા, ૫ કિલો સોનું આપવાનું વિધેયક પણ પસાર થઈ શકે છે તેવું પણ જણાવ્યું હતું ત્યારે તમામ ધારાસભ્યોને પગ પકણીને તમામ મતદારોએ પૂછ્યું જાઈએ કે આપને અમે અમારા પ્રશ્નોનું સોલ્યુશન લાવવા ચૂંટાઈને વિધાનસભામાં મોકલ્યા છે. નહીં પગાર વધારો કરવા કે લેવા, ત્યારે સેવા કરવાની વૃત્તિ હોય તો પગાર શાનો ?