loader

Breaking News


Home > Sports > ઓસ્ટ્રેલિયામાં ભારતે 72 વર્ષ બાદ ટેસ્ટ સીરીઝ કરી નામે


Foto

ઓસ્ટ્રેલિયામાં ભારતે 72 વર્ષ બાદ ટેસ્ટ સીરીઝ કરી નામે

Jan. 7, 2019, 11:48 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાઇ રહેલી ટેસ્ટ મેચ વરસાદનાં કારણે ડ્રો રહેતા ભારતે આ સીરીઝને 2-1થી જીતી ઈતિહાસ રચ્યો છે. ભારતે 72 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને તેની ધરતી પર માત આપી નવવર્ષની શરૂઆત જીત સાથે કરી છે.



સીરીઝની ચૌથી ટેસ્ટ વરસાદનાં કારણે ડ્રો રહેતા ટીમ ઈંન્ડિયાએ સીરીઝ પોતાના નામે કરી દીધી છે. આઝાદી બાદ ભારતની આ ટીમ ઓસ્ટ્રેલિયામાં પ્રથમ ટેસ્ટ જીતવામાં સફળ રહી છે. ટીમ ઈંન્ડિયાની જીત સાથે કેપ્ટન વિરાટ કોહલી ઘણો ખુશ દેખાઇ રહ્યો હતો. આ સાથે વિરાટ ભારતનો પ્રથમ કેપ્ટન બન્યો છે જેણે ઓસ્ટ્રેલિયાની ધરતીમાં તેને ટેસ્ટ સીરઝ હરાવવાનો કારનામો કર્યો છે. અત્યાર સુધીમાં ભારતનાં કુલ 13 કેપ્ટન ઓસ્ટ્રેલિયા આવ્યા છે. પરંતુ ટેસ્ટ સીરીઝ જીતવામાં માત્ર વિરાટ કોહલી જ સફળ રહ્યો છે.

ચૌથી ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કરતા ચેતેશ્વર પુજારા મેન ઓફ ધ મેચ બન્યો હતો. સાથે ટેસ્ટ સીરીઝમાં પણ તેનુ સારું પ્રદર્શ રહેતા તેને મેન ઓફ ધ સીરીઝ એવોર્ડ આપવામાં આવ્યુ છે. પુજારાએ ચાર ટેસ્ટમાં શાનદાર બેટીંગ કરતા 521 રન બનાવ્યા હતા.