loader

Breaking News


Home > Sports > ઓસ્ટ્રેલીયાનાં કેપ્ટન સ્ટિવ સ્મીથે પ્રેસ કોન્ફરંન્સમાં આંખમાંથી આશુ પાડી માંગી માફી


Foto

ઓસ્ટ્રેલીયાનાં કેપ્ટન સ્ટિવ સ્મીથે પ્રેસ કોન્ફરંન્સમાં આંખમાંથી આશુ પાડી માંગી માફી

March 29, 2018, 6:09 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયાનાં કેપ્ટન સ્ટિવ સ્મીથે પ્રેસ કોન્ફરંન્સ દરમિયાન ભાવુક થઇને પોતાની ભૂલની માફી માંગી હતી. તેમણે કહ્યુ કે, મને મારી આ ભૂલનો જીવનભર પસ્તાવો રહેશે.



ઓસ્ટ્રેલિયા પાછા ફર્યા બાદ સ્ટિવ સ્મીથે પ્રેસ કોન્ફરંન્સમાં ભાગ લેતા કહ્યુ કે, હુ મારી આ ભૂલને સ્વીકારુ છુ, હુ મારી આ ભૂલની માફી માંગુ છુ. સ્મીથે વધુમાં કહ્યુ, સારા લોકો પણ ભૂલ કરતા હોય છે, મે પણ ભૂલ કરી છે, જેનો મને ઘણો અફસોસ છે. મારી આ ભૂલનાં કારણે ક્રિકેટનું નામ ખરાબ થયુ છે. હુ આવનારા સમયમાં મારી આ ભૂલને સુધારવાનો પ્રયત્ન જરૂર કરીશ. સ્મીથે આશ્વાસન આપતા કહ્યુ કે, આ મારી આખરી ભૂલ રહેશે હવે મારા તરફથી ક્રિકેટને કોઇ દાગ ન લાગે તેવા મારા પ્રયત્નો રહેશે.