loader

Breaking News


Home > Gujarat > અવેરનેસ રેલી કે સ્ટંન્ટ?, હાઇસ્પીડથી બાઇક ચાલક અને ગાયનું સ્થળ પર મોત


Foto

અવેરનેસ રેલી કે સ્ટંન્ટ?, હાઇસ્પીડથી બાઇક ચાલક અને ગાયનું સ્થળ પર મોત

Jan. 27, 2018, 8:33 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગુજરાત : સેફ્ટી અવેરનેસ માટે યોજાયેલી બાઇક રેલીમાં ભાગ લઇ રહેલા એક યુવાનનું ગાય સાથે અથળાતા તેનું ઘટના સ્થળે જ મોત થયુ હતુ. આ ઘટના કોબાથી તપોવન જતા રોડ પર થઇ હતી. જોવા જેવી વાત એ છે કે આ એક્સિડંન્ટમાં યુવાન સાથે ગાયનું પણ ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ.



ગુજરાતમાં છેલ્લાઘણા સમયથી ઝડપી બાઇકોની ધૂમ મચી છે. નવયુવાનો આજે ઝડપથી ચાલતા બાઇકને વધુ પસંદ કરી રહ્યા છે. ગઇકાલે આ પ્રકારનાં જ ઝડપી બાઇકે એક યુવાનનો ભોગ લીધો હતો. લોકમુખની વાત કરીએ તો આ બાઇક સવાર યુવક લગભગ 150 થી 180ની ઝડપે બાઇક ચલાવી રહ્યો હતો. બાઇકની અને તે યુવકની હાલાત જોતા ખ્યાલ આવી જાય કે બાઇક કેટલી ઝડપે દોડાવવામાં આવ્યુ હશે. સુત્રોનાં જણાવ્યા મુજબ બાઇક ચલાવતા યુવકો દ્વારા અવેરનેસ રેલી યોજવામાં આવી હતી, જો કે ઘટના થયા બાદ એક સવાલ સામે આવે છે કે શું આ અવેરનેસ રેલી હતી કે કોઇ સ્ટંન્ટ?