loader

Breaking News


Home > National > અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટનાં ચુકાદાનું સંઘે કર્યુ સ્વાગત


Foto

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટનાં ચુકાદાનું સંઘે કર્યુ સ્વાગત

Sept. 28, 2018, 2:03 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે મસ્જિદમાં નમાઝ ઇસ્લામમાં ફરજિયાત નહીં દર્શાવનાર પોતાના અગાઉનાં ચુકાદાને જાળવી રાખવામાં આવ્યા બાદ સંઘ દ્વારા આનું સ્વાગત કરવામાં આવ્યું છે.સંઘનાં અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ અરુણ કુમારે કહ્યું છે કે, આજે સુપ્રીમ કોર્ટે શ્રીરામ જન્મભૂમિનાં કેસમાં ત્રણ સભ્યોની બેંચ દ્વારા સુનાવણી કરવાનો નિર્ણય કર્યો છે અમે આનું સ્વાગત કરીએ છીએ અને વિશ્વાસ કરીએ છીએ કે ટૂંક સમયમાં જ યોગ્ય નિર્ણય કરવામાં આવશે. આ ચુકાદાને મુસ્લિમ પાર્ટીઓ માટે ટિકા તરીકે ગણવામાં આવે છે. સુપ્રીમ કોર્ટનાં અગાઉનાં ચુકાદાને મોટી બેંચમાં મોકલવાની માંગ કરવામાં આવી હતી. હવે ૨૯મી ઓક્ટોબરથી સુનાવણી હાથ ધરવામાં આવશે. ચુકાદો આવ્યા બાદ રાજનીતિ શરૂ થઇ ચુકી છે. ભાજપનાં નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે કે, આ ચુકાદાથી મંદિર નિર્માણનો માર્ગ મોકળો થઇ ગયો છે. મૂળભૂત અધિકારોની જીત થઇ છે. મસ્જિદને શિફ્ટ કરી શકાય છે મંદિરને નહીં. અડચણો હવે દૂર થઇ ચુકી છે. રામ મંદિરનું નિર્માણ થશે. બાબરી મસ્જિદ મામલામાં પક્ષકાર રહેલા ઇકબાલ અન્સારીએ સુપ્રીમ કોર્ટનાં ચુકાદા બાદ કહ્યું હતું કે, આ ચુકાદો મંદિર મસ્જિદ પર ન હતો. મુસ્લિમો પર આ ચુકાદાની કોઇ અસર થઇ નથી.