loader

Breaking News


Home > Health > પેટનાં દુખાવાથી પીડાતા લોકો માટે આયુર્વેદિક ઉપચાર રામબાણ


Foto

પેટનાં દુખાવાથી પીડાતા લોકો માટે આયુર્વેદિક ઉપચાર રામબાણ

July 17, 2018, 8:11 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : પેટમાં દુઃખાવો થતાં એક ગ્લાસ પાણીમાં એક લીંબુનો રસ તથા એક ચપટી સંચળ ભેળવીને પીવાથી પેટનાં દર્દમાં રાહત થાય છે. ગેસની તકલીફમાં રાહત પામવા માટે અજમો, સંચળ અને વરીયાળી સપ્રમાણ માત્રામાં ભેળવી બારીક ચૂરણ કરવું. સવારસાંજનાં ભોજન બાદ એક-એક ગ્રામની માત્રામાં ગરમ પાણી સાથે ચૂરણ ફાકવું.



કબજિયાતથી રાહત પામવા માટે એક ગ્લાસ પાણીમાં એક લીંબુનો રસ નીચોવી રાતનાં સૂતી વખતે પીવું. એક લીંબુનાં બે ટુકડા કરી તેના પર મરીનો ભૂક્કો તથા મીઠું લગાડી દેવતા પર શેકવું. બરાબર શેકાઇ જાય પછી ચૂસીને ખાવાથી ઊબકા તથા ઊલટીમાં રાહત થાય છે. મોટી એલચી, વરીયાળી, ફૂદીનો બે-બે ગ્રામની માત્રામાં લઇ ઝીણો વાટવો. આ મિશ્રણ એક કપ પાણીમાં ભેળવી પીવાથી ઊલટી બંધ થાય છે. આવશ્યક્તા અનુસાર બે-ત્રણ માત્રા પી શકાય. કોથમીર તથા ફુદીનો સપ્રમાણ માત્રામાં લઇ ચટણી બનાવવી, આ ચટણી ખાવાથી ઊલટીમાં રાહત થાય છે. પેટમાં કૃમિ સતાવતા હોય તો પાકું ટામેટું લઇ તેના વચ્ચેથી ટુકડા કરવા આ ટુકડા પર થોડો મરીનો ભૂક્કો ભભરાવી નયણા કોઠે એક અઠવાડિયું ખાવું. એસિડિટીથી છુટકારો પામવા આમળાનો રસ ૧૦ ગ્રામ ને શુદ્ધ મધ ૧૦ ગ્રામ ભેળવી સવાર-સાંજ પીવું. આંબળાનો રસ ને લીમડાનો રસ સપ્રમાણ માત્રામાં ભેળવી ૧૦-૨૦ ગ્રામની માત્રામાં સવાર-સાંજ ખાલી પેટે પીવાથી આમ્લપિત્ત ને અલ્સરમાં ફાયદો થાય છે. અરૂચિ સતાવતી હોય તો ૫૦ ગ્રામ આદુને ઝીણું સમારવું, તેમાં ૫૦ ગ્રામ જેટલો લીંબુનો રસ તથા ૧૦ ગ્રામ મીઠું ભેળવી તડકામાં સૂકવવું. બે-ત્રણ દિવસ બાદ ઉપયોગમાં લેવું. સવાર-સાંજનાં ભોજન પૂર્વે બે ગ્રામની માત્રા જેટલું ચાવીને ખાવાથી ભૂખ લાગશે ને વાયુવિકાર દૂર થશે.