loader

Breaking News


Home > National > ૨૫ સપ્ટેમ્બરથી શરુ થશે આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી મોદીની જાહેરાત


Foto

૨૫ સપ્ટેમ્બરથી શરુ થશે આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી મોદીની જાહેરાત

Aug. 15, 2018, 2 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ૭૨ માં સ્વતંત્રતા દિવસનાં અવસરે ઐતિહાસિક લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. પોતાના ૮૨ મિનીટનાં ભાષણમાં PM મોદીએ એલાન કર્યું હતું કે આગામી ૨૫ સપ્ટેમ્બરે પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતી પર પ્રધાનમંત્રી જન આરોગ્ય અભિયાન શરુ થશે. તેનાથી ગરીબોને સસ્તી અને સારી સારવાર મળશે. આ યોજનાથી લગભગ ૫૦ કરોડ લોકોને લાભ મળશે તેમજ પાંચ લાખ રૂપિયા સુધીનાં ઈલાજની સુવિધા પણ મળશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ચાર વર્ષમાં દેશ પરિવર્તન જોઈ રહ્યો છે. આકાશ, પૃથ્વી, લોકો તેમજ ઓફીસ બધું જ પહેલા જેવું છે પરંતુ દેશ બદલાઈ રહ્યો છે. તેઓએ જણાવ્યું હતું કે દેશની અપેક્ષાઓ અને આશાઓ ઘણી છે. તેને પૂરી કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ નિરંતર પ્રયાસ કરવા પડશે.