loader

Breaking News


Home > National > આઝમ ખાનને ખોટું બોલવામાં ડોક્ટરેટની ડિગ્રી મળવી જોઇએઃ અમરસિંહ


Foto

આઝમ ખાનને ખોટું બોલવામાં ડોક્ટરેટની ડિગ્રી મળવી જોઇએઃ અમરસિંહ

Sept. 1, 2018, 1:12 p.m.
      Whatsapp   

માનવમિત્ર, રામપુર : રાજ્યસભા સાંસદ અમરસિંહ ગઇ કાલે રામપુર પહોચ્યા બાદ મપાનાં વરિષ્ઠ નેતા આઝમ ખાન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યુ કે, આઝમ ખાન અવાર-નવાર ખોટા નિવેદનો આપતા રહે છે. આ જ કારણે અમરસિંહે આઝમ ખાનને ખોટું બોલવામાં ડોક્ટરેટની ડિગ્રી મળે તેની વકાલત કરી હતી.



હાલનાં દિવસોમાં અમરસિંહ અને આઝમ ખાન વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. થોડા દિવસ પહેલા સમાજવાદી પાર્ટીનાં નેતા આઝમ ખાન ઉપર પોતાની હત્યા કરાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. રામપુરમાં પત્રકાર પરિષદને સંબોધતા અમરસિંહે કહ્યું હતું કે, આઝમ ખાન ખોટું બોલવામાં માસ્ટર છે. તેમને ખોટું બોલવામાં ડોક્ટરેટની ડિગ્રી મળવી જોઇએ. અમરસિંહે કહ્યું હતુ કે, તેઓ જ્યારે ડોક્ટર આઝમ કહેશે ત્યારે તેમને કાશ્મીર વિવાદાસ્પદ લાગે છે. હિન્દુ તેમને ધર્મ તરીકે નહીં પરંતુ સંસ્કૃતિ તરીકે લાગે છે. મુઝફ્ફરનગરમાં રમખાણો કેમ થયા તે અંગે આઝમ ખાને ખુલાસા કરવા જાઇએ. જોહર યુનિવર્સિટી ઉપર પારિવારિક કબજા આવી ગયો છે. સ્થાયી રાજ્યપાલની જગ્યાએ અસ્થાયી રાજ્યપાલે કઇ રીતે ત્રણ મહિનામાં જોહર યુનિવર્સિટીને લઘુમતિનો દરજ્જા આપી દીધો હતો. તેમણે કહ્યું હતું કે, તેઓ જોહર યુનિવર્સિટીની સામે નથી. જોહર યુનિવર્સિટીની સામે તેઓ પ્રતિક્રિયા આપી રહ્યા નથી પરંતુ કોઇ યોગ્ય મુસ્લિમનાં હાથમાં જોહર યુનિવર્સિટીની જવાબદારી હોવી જાઇએ.