loader

Breaking News


Home > National > 35 રૂપિયે લીટર પેટ્રોલ વેચવા માંગે છે બાબા રામદેવ, સરકાર પાસે માંગી મંજૂરી


Foto

35 રૂપિયે લીટર પેટ્રોલ વેચવા માંગે છે બાબા રામદેવ, સરકાર પાસે માંગી મંજૂરી

Sept. 17, 2018, 12:24 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : યોગ ગુરુ બાબા રામદેવે દાવો કર્યો છે કે જો સરકાર તેમને મંજૂરી આપશે તો તેઓ દેશમાં 35 થી 40 રૂપિયે લીટર પેટ્રોલ અને ડીઝલ વેચી શકે છે. દેશમાં હાલ એક લીટર પેટ્રોલ 90 રૂપિયા પ્રતિ લીટર વેચાય છે ત્યારે બાબા રામદેવે ફક્ત 35 થી 40 રૂપિયા સુધી પેટ્રોલ - ડીઝલ વેચવાનો દાવો કરતાં માંગ કરી છે કે પેટ્રોલ - ડીઝલને જીએસટી ટેક્સ સ્લેબનાં લઘુતમ દર એટલે કે પાંચ ટકા પર સામેલ કરવામાં આવે.

બાબા રામદેવે જણાવ્યું હતું કે હાલમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત સામાન્ય માણસની ખિસ્સાને ભારે પડી રહી છે. જો જીએસટી પેટ્રોલ અને ડીઝલમાં 28 ટકાના દરે સમાવવામાં આવે તો સામાન્ય માણસને રાહત મળશે નહીં. વધુમાં બાબા રામદેવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવના કેન્દ્ર સરકારની વલણ અંગે કહ્યું હતું કે, જો પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સમાં ઘટાડો સરકારના મહેસૂલમાં નુકસાન પહોંચાડશે તો તેની ભરપાઈ દેશના સમૃદ્ધ લોકો પર વધુ કરવેરા લાદી કરી શકાય છે.