loader

Breaking News


Home > National > બાબા રામદેવનું મોટું નિવેદન, ફક્ત રૂપિયો જ નહીં દેશની ઈજ્જતમાં પણ થયો ઘટાડો


Foto

બાબા રામદેવનું મોટું નિવેદન, ફક્ત રૂપિયો જ નહીં દેશની ઈજ્જતમાં પણ થયો ઘટાડો

Sept. 14, 2018, 2:09 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી :યોગગુરુ બાબા રામદેવએ દેશના અર્થતંત્ર પર એક મોટુ નિવેદન આપ્યું છે અને જણાવ્યું હતું કે આજે રૂપિયોજ ઘટી રહ્યો નથી સાથે સાથે દેશની વિશ્વસનીયતા પણ ઘટી રહી છે. બાબાએ જણાવ્યું હતું કે વિદેશી કંપનીઓ ભારતમાંથી નાણાં પોતાના દેશમાં લઇ જઈ રહી છે. જો આવી હાલત જ રહી તો એક ડોલરની કિંમત 80 રૂપિયા જેટલી થઇ જશે.

એક કાર્યક્રમમાં બાબા રામદેવે જણાવ્યું હતું કે કોલગેટ જેવી કંપનીઓ અહીં કમાઈને સમગ્ર ધન પોતાના દેશમાં લઇ જાય છે. કોલગેટે દેશમાં ક્યાં ગૌશાળા, વિદ્યાલય કે હોસ્પિટલ ખોલી છે. આજે તેઓ પૂછી રહ્યા છે કે શું તમારાં ટૂથપેસ્ટમાં નમક છે ?આજે તેમણે નમક, લીમડો અને બાવળ યાદ આવી રહ્યાં છે. પોતાનાં દેશના રૂપિયા પોતાના દેશમાં જ હોવા જોઈએ.