loader

Breaking News


Home > Bollywood > બચ્ચન પરિવારના આ નબીરાનું કારસ્તાન જોઈ બિગ બીને થયો ગર્વ વાંચો પૂરી હકીકત ?


Foto

બચ્ચન પરિવારના આ નબીરાનું કારસ્તાન જોઈ બિગ બીને થયો ગર્વ વાંચો પૂરી હકીકત ?

April 12, 2018, 11:40 a.m.
      Whatsapp   

માનવમિત્ર,મુંબઈ:બોલિવૂડના દિગ્ગજ અમિતાભ બચ્ચનનો દીકરો અભિષેક બચ્ચન તો ફિલ્મ્સમાં કંઈ વધુ નાં ઉકાળી શક્યો, પરંતુ હવે બિગ બીનો ભાણીયો બોલિવૂડમાં ધમાલ મચાવે તેવું માનવામાં આવે છે. હાલમાં જ અગસ્ત્યની શોર્ટ ફિલ્મ જોઈને જયા બચ્ચન તથા અમિતાભ ખૂબ જ ખુશ થઈ ગયા હતાં.

ફિલ્મમાં નહીં કેમેરાની પાછળ કરવું છે કામઃ

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અગસ્ત્યને ફિલ્મ્સમાં નહીં પરંતુ કેમેરાની પાછળ રહીને ડિરેક્શનમાં કામ કરવું છે. હાલમાં જ તેણે એક શોર્ટ ફિલ્મ બનાવી હતી અને આ ફિલ્મ નાના બિગ બી તથા નાની જયાને બતાવી હતી. બંને આ ફિલ્મ જોઈને ઘણાં જ ખુશ થઈ ગયા હતાં. ટૂંક સમયમાં જ અગસ્ય આ ફિલ્મ યુ ટ્યૂબ પર મુકશે.

જાતે જ લખી ફિલ્મની સ્ક્રિપ્ટઃ

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અગસ્ત્યે માત્ર આ ફિલ્મની સ્ક્રિપ્ટ જ નથી લખી પરંતુ સારી રીતે ફિલ્મને ડિરેક્ટ પણ કરી છે. શોર્ટ ફિલ્મમાં સંગીત પણ અગસ્ત્યે જ આપ્યું છે. અમિતાભ તથા જયા બચ્ચનને એ વાતનો આનંદ છે કે તેમના પરિવારમાંથી કોઈક તો ફિલ્મ ડિરેક્ટર બનશે. જયા બચ્ચન ઈચ્છતી હતી કે અભિષેક સારો ડિરેક્ટર બને પરંતુ તેમ નાં થઈ શક્યું.

હાલમાં જ મામુ-નાના સાથે મેચ જોવા ગયો હતો

IPL 2018ની પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ તથા ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચ જોવા માટે અમિતાભ બચ્ચન, અભિષેક સાથે અગસ્ત્ય પણ આવ્યો હતો.