loader

Breaking News


Home > Sports > ચાઈનીઝ મા પર ટિપ્પણી થતાં બેડમિન્ટન પ્લેયર જ્વાલા ગટ્ટા રોષે ભરાઈ


Foto

ચાઈનીઝ મા પર ટિપ્પણી થતાં બેડમિન્ટન પ્લેયર જ્વાલા ગટ્ટા રોષે ભરાઈ

Aug. 2, 2017, 5:45 p.m.
      Whatsapp   

અવાર નવાર વિવિધ પ્રકારની ટિપ્પણીઓને લઈને સમાચારોમાં રહેવાવાળી બેડમિન્ટન પ્લેયર જ્વાલા ગટ્ટા એક વાર ફરી સમાચારોમાં પ્રકાશિત થઈ છે. તાજેતરમાં સોશિયલ સાઈટ Âટ્‌વટરના એક યુઝર દ્વારા નરેન્દ્ર મોદી વિરૂધ્ધ જ્વાલા ગટ્ટાના સ્થાનને લઈને સવાલ ઊઠાવવામાં આવ્યો હતો. વાત એટલી હદે વધી ગઈ હતી કે Âટ્‌વટર યુઝર દ્વારા જ્વાલા ગટ્ટાને તેની મા ને ચીની કહીને સંબોધિત કરી દેવામાં આવી હતી. જેને લઈને બેડમિન્ટન પ્લેયર જ્વાલા ગટ્ટા ભડકી ઊઠી હતી અને સામેવાળા યુઝરને સોશિયલ સાઈટ પર જારદાર લડત આપી હતી. જ્વાલા ગટ્ટાની મા યેલન ગટ્ટા ચીનની છે જેના લગ્ન તેલંગણાના ક્રાંતિ ગટ્ટા સાથે થયા હતાં.

મોદી વિરોધી ટિપ્પણીને કારણે ચર્ચામાં રહેલી જ્વાલાને એક યુઝરે પૂછ્યું કે આવું એટલા માટે છે કે તમારી મા ચાઈનીઝ છે અને તેના કારણે તમે હંમેશા મોદીનો વિરોધ કરશો ? આ મેસેજ બાદ જ્વાલા ગટ્ટાએ યુઝરને કડક શબ્દોમાં જવાબ આપતાં કહ્યું કે જ્યારે તમે મારા માતા-પિતાને વાતચીતમાં સામેલ કરી શકો છો તો આપને જણાવી દઉં કે તમારે મારી આ વાત પર ધ્યાન આપવું જ ન જાઈએ.. માઈન્ડ ઈટ. આમ જ્વાલા ગટ્ટાએ કડક શબ્દોમાં સામેવાળા યુઝરને જણાવી દીધું હતું.