loader

Breaking News


Home > National > બેંક કર્મચારીઓની હડતાલ બીજા દિવસે પણ ચાલુ, બેન્કિગ સેવાઓ પર અસર


Foto

બેંક કર્મચારીઓની હડતાલ બીજા દિવસે પણ ચાલુ, બેન્કિગ સેવાઓ પર અસર

May 31, 2018, 12:37 p.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઈ : માત્ર બે ટકા વેતન વધારાનાં પ્રસ્તાવનો વિરોધ કરવા માટે આજે પણ ૧૦ લાખથી વધુ બેંક કર્મચારીઓની હડતાલ ચાલુ છે. આ કારણે મહારાષ્ટ્ર સહીત દેશનાં ઘણાં ભાગોમાં બેન્કિંગ વ્યવહારોમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. નેમ્ક કર્મચારીઓની આ હડતાલ ૩૦ મેં નાં રોજ શરુ થઇ હતી અને આજે ખત્મ થશે.

બેંક યુનિયનોની પ્રમુખ UFBU નાં સંયોજક દેવીદાસ તુલજાપુરકરએ દાવો કર્યો હતો કે બેંક કર્મચારીઓની હડતાલને પગલે મહારાષ્ટ્માં ઘણી શાખાઓ બંધ રહી હતી. બુધવારે બેંક કર્મચારીઓની હડતાલને પગલે એક અધિકારીનું મોત થયું હતું. પંજાબ બોર્ડર પર સ્થિત પંજાબ નેશનલ બેંકની શાખામાં હડતાલ દરમિયાન એક અધિકારીનું મોત થયું હતું.