loader

Breaking News


Home > National > પગાર વધારાની માંગને લઈને બેંક કર્મચારીઓ બે દિવસની હડતાલ પર ઉતર્યા


Foto

પગાર વધારાની માંગને લઈને બેંક કર્મચારીઓ બે દિવસની હડતાલ પર ઉતર્યા

May 30, 2018, 11:08 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : આજથી બે દિવસ સુધી દેશની બેંકો હડતાલને પગલે બંધ રહેશે. સાર્વજનિક ક્ષેત્રની બેન્કોનાં કર્મચારીઓ અને અધિકારીએ બે દિવસની હડતાલની જાહેરાત કરી હતી. આ લોકો ઇન્ડિયન બેંક એસોસિએશન તરફહી પ્રસ્તાવિત બે ટકાથી વધુ વેતનવૃદ્ધિ નહિ કરવાનાં નિર્ણયનો વિરોધ કરી રહ્યાં છે.

જો કે હડતાલથી જનતાને ભારે પરેશાનીનો સામનો કરવો પડશે. આ હડતાળનું નેતૃત્વ યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન કરી રહ્યું છે. જે નવ યુનીયનોનું નેતુત્વકારી સંગઠન છે હકીતમાં પાંચ મે નાં રોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન અને ઇન્ડિયન બેંક એસોસિએશન વચ્ચે બેઠક યોજાઈ હતી જેમાં બેંક કર્મચારીઓ માટે ફક્ત બે ટકા પગાર વધારાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો જેને યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયને ફગાવી દીધો હતો અને હવે તેના વિરુધમાં દેશવ્યાપી હડતાલ પાડવામાં આવી રહી છે.