loader

Breaking News


Home > Gujarat > બેંક હડતાલથી પ્રજા પરેશાન, ૮૫ હજાર બ્રાંચ બંધ, ATM સેવા ખોટકાઈ


Foto

બેંક હડતાલથી પ્રજા પરેશાન, ૮૫ હજાર બ્રાંચ બંધ, ATM સેવા ખોટકાઈ

May 30, 2018, 2:10 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : પગાર વધારાને લઈને બેંક કર્મચારીઓએ હડતાલ શરુ કરી દીધી છે. હવે આ હડતાલની અસર જોવા મળી રહી છે. બે દિવસ ચાલનારી આ હડતાળથી ૮૫ હજારથી પણ વધુ બેંક શાખાઓ આજે અને કાલે બંધ રહેવાની છે જેનાથી લોકોને બેંક સાથે જોડાયેલ ઘણી સેવાઓ લેવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

ભારતીય સ્ટેટ બેંક સહિતની ઘણી બધી બેંકો આજે અને કાલે બંધ રહેશે. ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશનનાં વરિષ્ઠ અધિકારીએ દાવો કર્યો છે કે આ હડતાળનાં કારણે રોજ ૩૯ લાખ ક્લીયરન્સ પર અસર પડશે. તેની વેલ્યુ ૨૧,૭૦૦ કરોડ રૂપિયાની છે. વધુમાં બેન્કોની હડતાલને પગલે ATM માંથી પણ લોકો પૈસા ઉપાડી શકતા નથી.