loader

Breaking News


Home > Gujarat > એકતા યાત્રા : બેનરમાં મોદી, રૂપાણીની તસવીરો પર કાળી શાહી ફેંકાઈ


Foto

એકતા યાત્રા : બેનરમાં મોદી, રૂપાણીની તસવીરો પર કાળી શાહી ફેંકાઈ

Oct. 25, 2018, 4:14 p.m.
      Whatsapp   

માનવમિત્ર, સુરત : ગુજરાત સરકાર દુનિયાની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરવાની તૈયારીમાં લાગી છે ત્યારે બીજી તરફ ભાજપ દ્વારા એક્તાયાત્રા પણ કાઢવામાં આવી રહી છે. ભાજપની આ એક્તા યાત્રાને મોળો પ્રતિસાદ મળી રહ્યો છે. તો કેટલીક જગ્યાએ વિરોધના વાદળો પણ મંડળાઇ રહ્યા છે. સુરતમાં કોંગ્રેસ દ્વારા એક્તા યાત્રાનો વિરોધ કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડિયા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મળતી માહિતી પ્રમાણે સુરતના પુણા સિતાનગર ચોકડી પાસે કોંગ્રેસ નેતા દ્વારા એક્તા યાત્રાનો વિરોધ દર્શાવ્યો હતો. કોંગ્રેસના કોર્પોરેટર દિનશ કાછડિયા દ્વારા એક્તા યાત્રાના બેનરપર મોદી, રૂપાણી અને નીતિન પટેલ ઉપર કાળી સાહી લગાડીને વિરોધ કર્યો હતો.

આ ઉપરાંત સરદારના નામનો ખોટો ઉપયોગ કરતા હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત કોંગ્રેસના કોર્પોરેટરોએ યાત્રાના બેનરોને ઉતારી લાવાયા હતા. કોર્પોરેટર દ્વારા બેનર ઉપર કાળી સાહી લગાવવામાં આવી રહી હતી ત્યારે પોલીસ આવી પહોંચી હતી. ત્યારબાદ કોર્પોરેટર સહિત અન્ય કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.