loader

Breaking News


Home > Gujarat > રાજકીય પક્ષોનાં બેનરો ગરીબોનાં આશિયાના બન્યાં


Foto

રાજકીય પક્ષોનાં બેનરો ગરીબોનાં આશિયાના બન્યાં

May 19, 2018, 3:51 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : રાજકીય પક્ષોનું પ્રચાર સાહિત્ય સામાન્ય રીતે જનતાને કોઈ રીતે ઉપયોગમાં આવતું નથી. જો કે એક અપવાદરૂપ કિસ્સો સામે આવ્યો છે. રાજકીય પક્ષોનાં બેનરો હવે ગરીબોનાં આશિયાના બની રહ્યા છે. પાટનગરમાં કોંગ્રેસ લોકદરબારના બેનરો હજુ ગરીબોના ઝુંપડા પર નાખીને એક છત જેવું બનાવવામાં મદદરૂપ થઇ રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે ચુંટણી દરમિયાન અથવા સમાન્ય દિવસોમાં ભાજપ - કોંગ્રેસનાં બેનરો બનતાં હોય છે તે અમુક સમય બાદ નકામા થઇ જતા હોય છે. જો કે આ ઉનાળાની ગરમીમાં ગરીબોએ પણ આવા બેનરોનો સારો ઉપયોગ શોધી કાઢ્યો છે. તસ્વીરમાં બતાવેલ એક ઝુંપડા પર કોંગ્રેસના લોકદરબારનું બેનર જોવા મળે છે જે ગરમીમાં રક્ષણ પૂરું પાડી રહ્યું છે. આમ રાજકીય પક્ષો દેશની જનતા માટે ઉપયોગમાં આવે ના આવે પરંતુ તેનાં બેનરો જરૂર મદદરૂપ થઇ રહ્યાં છે.