loader

Breaking News


Home > Sports > ધોનીનાં સતત ખરાબ પ્રદર્શનથી બીસીસીઆઇ લઇ શકે છે મોટો નિર્ણય


Foto

ધોનીનાં સતત ખરાબ પ્રદર્શનથી બીસીસીઆઇ લઇ શકે છે મોટો નિર્ણય

Oct. 29, 2018, 10:56 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ભારતીય ટીમનાં સૌથી ભરોસાપાત્ર ક્રિકેટરમાં ધોનીનું નામ આવે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે પોતાના ફોર્મ સાથે ઝજુમી રહ્યો હોય તેવું દેખાઇ રહ્યુ છે. તાજેતરમાં વેસ્ટઇન્ડિઝની ટીમ સાથે વન ડે ટુર્નાંમેન્ટ ચાલી રહી છે જેમા ધોની પોતાના બેટથી કોઇ ખાસ કમાલ કરી શક્યો નથી. હવે તેના ટીમમાં રહેવા પર સંસ્પેન્સ બની ગયો છે. ફાસ્ટ વિકેટકીપીંગથી દુનિયાભરમાં જાણીતો ધોની હવે સીલેક્ટર્સની નજરમાં ચડી ગયો છે. આવનારા સમયમાં ધોની કોઇ પ્રભાવ પાડવામાં અસમર્થ રહેશે તો તેના વર્લ્ડ કપ રમવા પર સવાલો ઉઠે તેવી સંભાવનાઓ પ્રબળ બની છે. જો કે સીલેક્ટર્સ ધોનીને વર્લ્ડ કપમાં રમાડવાના પક્ષમાં છે.



ભારતીય ટીમનો સૌથી સફળ સુકાની આજે પોતાના પ્રદર્શનનાં કારણે ટીમમાં ફીટ બેસતો નથી. તેના ફોર્મમાં ન હોવાથી ભારતીય ટીમની ચિંતાઓમાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા 20 ODIની વાત કરવામાં આવે તો ધોનીનાં નામ પર એક પણ અર્ધશતક નથી. તેણે છેલ્લો અર્ઝશતક ગયા વર્ષે ડિસેમ્બર 2017માં લગાવ્યો હતો. બીજી તરફ જો આઇપીએલની વાત કરીએ તો તેમાં ધોનીનું પ્રદર્શન ઘણું સારુ રહ્યુ હતુ પરંતુ ત્યાર બાદથી જ તે સતત ફેલ થઇ રહ્યો છે, ત્યારે હવે સીલેક્ટર્સ પણ તેને ટીમમાં રાખવાનાં પક્ષમાં દેખાઇ રહ્યા નથી તેવા સુત્રો દ્વારા સમાચાર મળી રહ્યા છે. સુત્રોનાં જણાવ્યા મુજબ જો ધોનીનાં પ્રદર્શનમાં કોઇ ફેરફાર નહી દેખાય તો સીલેક્ટર્સ તેની ટીમમાંથી હકાલપટ્ટી પણ કરી શકે છે.