loader

Breaking News


Home > Sports > બીસીસીઆઈએ સ્પષ્ટતા કરી ઓસ્ટ્રેલિયા સામે અમે ડે-નાઈટ ટેસ્ટ નહીં રમીએ.


Foto

બીસીસીઆઈએ સ્પષ્ટતા કરી ઓસ્ટ્રેલિયા સામે અમે ડે-નાઈટ ટેસ્ટ નહીં રમીએ.

May 8, 2018, 2:45 p.m.
      Whatsapp   

માનવમિત્ર,નવી દિલ્હી:બીસીસીઆઈએ આજે સ્પષ્ટા કરતાં સત્તાવાર જણાવ્યું કે અમેં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમ્યાન એડિલેડમાં ૬ થી ૧૦ ડિસેમ્બર દરમિયાન ડે-નાઇટ ટેસ્ટ મેચ નહીં રમે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા પિંક બોલ દ્વારા ટેસ્ટ મેચ રમવા ભારતીય ટીમને મનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.જોકે આજે બીસીસીઆઈએ ઓસ્ટ્રેલિયન ક્રિકેટને ઇ-મેઇલ કરીને સ્પષ્ટ જણાવી દીધું કે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન ડે-નાઇટ ટેસ્ટ મેચ નહીં રમે.છેલ્લાં કેટલાક વર્ષોથી ઓસ્ટ્રેલિયામાં પ્રવાસ ખેડનાર દરેક ટીમ ડે-નાઈટ ટેસ્ટ મેચ રમે છે. ભારતીય પ્રશાસકોની સમિતિએ આં અંગે જણાવ્યું કે ડે-નાઈટની તૈયારી માટે ઓછામાં ઓછો ૧૮ મહિનાની જરૂર પડે.આ અંગે અમિતાભ ચોધરીએ કહ્યું કે સીએના મુખ્ય કાર્યકારી સમિતિએ મને આ ઈ-મેઈલ પહોચાડવાનું કહ્યું હતું, ભારત ડે-નાઈટ ટેસ્ટ મેચ લગભગ એક વર્ષ બાદ રમવાનું શરુ કરી શકશે. વર્તમાન પરિસ્થિતિઓને જોતાં અમને કહેતાં ખેદ થયા છે કે, અમે ડે-નાઈટ ટેસ્ટ રમી શકીએ તેમ નથી.