loader

Breaking News


Home > Sports > BCCIએ નવા કોન્ટ્રાક્ટમાં ધોનીને રાખ્યો A+ કેટેગરીથી બહાર


Foto

BCCIએ નવા કોન્ટ્રાક્ટમાં ધોનીને રાખ્યો A+ કેટેગરીથી બહાર

March 8, 2018, 9:49 a.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઈ : માનવમિત્ર, નવી દિલ્હી : BCCIએ ખેલાડીઓ માટે નવા કોન્ટ્રાક્ટ લિસ્ટની ઘોષણા કરી દીધી છે. આ નવા કોન્ટ્રાક્ટ સિસ્ટમ મુજબ હવે ક્રિકેટરોને પહેલા કરતા વધુ મોટી રકમ મળશે. જો કે અહી ચોકાવનારી બાબત એ સામે આવી છે કે મહેન્દ્રસિંહ ધોની A+ કેટેગરીથી બહાર રાખવામાં આવ્યો છે.

BCCIએ નવી ગ્રેડ સિસ્ટમ બનાવી છે, જેમાં ખેલાડીઓને 4 અલગ-અલગ કેટેગરીમાં વિભાજીત કરવામાં આવ્યા છે. નવી સિસ્ટમ મુજબ ગ્રેડ A+, ગ્રેડ A, ગ્રેડ B અને ગ્રેડ Cની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પહેલા કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં A+ ન હતુ. હવે ગ્રેડ A+ માં આવતા ખેલાડીઓને વાર્ષીક 7 કરોડ, ગ્રેડ Aમાં આવતા ખેલાડીઓને વાર્ષીક 5 કરોડ, ગ્રેડ Bનાં ખેલાડીઓને વાર્ષીક 3 કરોડ અને ગ્રેડ Cમાં આવતા ખેલાડીઓને વાર્ષીક 1 કરોડ રૂપિયા મળશે. આ કોન્ટ્રાક્ટ સિસ્ટમ ઓક્ટૉબર 2017 થી સપ્ટેમ્બર 2018 સુધી માન્ય રહેશે. આ નવા ગ્રેડ સિસ્ટમમાં A+ ને ઉમેરવામાં આવેલ છે. ચોકાવનારી બાબત એ છે કે આ નવી સિસ્ટમ મુજબ ગ્રેડ A+ માં ધોનીનું નામ નથી. ધોનીને A માં સ્થાન આપવામાં આવ્યુ છે.