loader

Breaking News


Home > Health > હાર્ટ માટે બીયર છે ખૂબ ઉપયોગી


Foto

હાર્ટ માટે બીયર છે ખૂબ ઉપયોગી

July 27, 2018, 1:17 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : બીયરનાં શોખીનો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. મળેલી માહિતી મુજબ જો કરવામાં આવેલા નવા અહેવાલ ઉપર વિશ્વાસ કરવામાં આવે તો બીયર હેલ્થી હાર્ટ માટે ખૂબ જ ઉપયોગી છે. નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ઓછા પ્રમાણમાં બીયરનાં ઉપયોગથી સીધો ફાયદો થાય છે. આનાથી હાર્ટના રોગનો જાખમ પણ ઘટી જાય છે.



બીયર પીવાનું શોખ ધરાવતા ૨૦૦૦૦૦ લોકોને આવરી લઈને કરવામાં આવેલા જુદા જુદા અભ્યાસમાં આ બાબત સાબિત થઈ છે. વિશ્વભરમાં કરવામાં આવેલા જુદા જુદા અભ્યાસનાં મેટા અને સુક્ષ્મ મુલ્યાંકનનાં આધાર ઉપર આ તારણ આપવામાં આવ્યા છે. ઇટાલીમાં આ અભ્યાસનાં પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આમા જાણવા મળ્યુ છે કે ઓછા પ્રમાણમાં બીયર પીવાથી હાર્ટનાં રોગ ખતરાને ૩૦ ટકા સુધી ઘટાડી દે છે. યુરોપિયન જનરલ ઓફ ઇપિડેમિયોલોજી દ્વારા પ્રકાશિત ઓનલાઈન અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે બીયરનાં અન્ય ઘણા ફાયદા પણ રહેલા છે. પેટની તકલીફ પણ આનાથી ઓછી થાય છે.

કાર્ડિઓલોજીસ્ટ ડૉક્ટર હસમુખ રાવતે બીયરનાં ફાયદા શું છે તે અંગે પુછવામાં આવતા કહ્યું હતું કે બીયર દેખીતી રીતે ફેટ અને ફાયબરફ્રી છે તેમાં પ્રોટીનનું પ્રમાણ પણ છે. ઘણી બીયરોમાં પોટેશિયમ, મેગ્નેસિયમ અને બી વિટામીન પણ છે. આ ઉપરાંત કાર્બોહાઈડ્રેડનું પ્રમાણ પણ છે. ફોલિક એસિડ પણ છે જે લોહીમાં હોમોસાઈસ્ટિનનું પ્રમાણ ઘટાડે છે. હાઈ હોમોસ્ટીલનું પ્રમાણ હાર્ટ રોગ માટે જાખમી પરિબળ તરીકે ગણવામાં આવે છે. બીયરમાં નેચરલ એન્ટિ ઓક્ટિડન્સ છે. રેડ વાઈનમાં મળતા એન્ટિ ઓક્ટિજન્સની જેમજ અનેક તત્વો છે. શ્રેણીબદ્ધ વૈજ્ઞાનિક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે રેડવાઈન અથવા બીયરમાં રહેલા પોલીફેનોલિક તત્વો પણ અસરકારક છે. જે હાડકાઓ અને ધમનીઓ માટે પણ ઉપયોગી છે. નિયમિતપણે ઓછા પ્રમાણમાં બીયરના ઉપયોગના ફાયદા રહેલા છે.