loader

Breaking News


Home > National > શરુ થઇ અમરનાથ યાત્રા, કડક સુરક્ષા વચ્ચે પ્રથમ સમૂહે કર્યું પ્રસ્થાન


Foto

શરુ થઇ અમરનાથ યાત્રા, કડક સુરક્ષા વચ્ચે પ્રથમ સમૂહે કર્યું પ્રસ્થાન

June 27, 2018, 3:12 p.m.
      Whatsapp   

માનવમિત્ર, જમ્મુ : અમરનાથ યાત્રા માટે યાત્રાળુઓનો પ્રથમ સમૂહ જમ્મુના ભગવતી નગર આધાર શિબિરથી રવાના થયો હતો. યાત્રીઓનો આ પ્રથમ સમીહા કાશ્મીરની બે આધાર શિબિરો બાલટાલ અને પહલગામથી રવાના થયો છે. આ સમૂહમાં કુલ 1904 શ્રદ્ધાળુઓ છે જેમાં 1554 પુરુષ, 320 મહિલાઓ અને 20 બાળકો સામેલ છે. આતંકી હુમલાના ડરને જોતા સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે.

આ યાત્રીઓ દિવસમાં કાશ્મીરના ગાંદેરબાલ સ્થિત બાલટાલ અને અનંતનાગ થિત નૂનવાન, પહલગામ આધારશિબિર પહોંચશે ત્યારબાદ આગલા દિવસે આ તીર્થયાત્રીઓ પગપાળા જ 3880 મીટરની ઊંચાઈ પર આવેલા ગુફા મંદિર જવા રવાના થશે. આ સાથે જ તીર્થયાત્રાની શરૂઆત થઇ જશે. અમરનાથ યાત્રાનું સમાપન 26 ઓગષ્ટના રોજ થશે તે દિવસે રક્ષાબંધન પણ છે.