loader

Breaking News


Home > Gujarat > 22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે


Foto

22 મે થી અસ્પૃશયતા નાબૂદી અભિયાનનો પ્રારંભ, જીગ્નેશ મેવાણી સહિત દલિત નેતાઓ જોડાશે

May 18, 2019, 5:29 p.m.
      Whatsapp   

સાણંદ ખાતે આવેલા દલિત શક્તિ કેન્દ્ર ખાતે દલિત સમુદાયનું સંમેલન યોજાયું હતુ. સંમેલનમાં દલિત નેતા જીગ્નેશ મેવાણી, દલિત શક્તિ કેન્દ્રનાં સ્થાપક માર્ટીન મેકવાન અને દલિત અગ્રણીઓ હાજરી આપી હતી. ત્યારે તાજેતરમા બનેલા વરઘોડા બનાવ મામલે સંમેલનમાં ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં બનેલ વરઘોડા ઘટનાને રોકવાના પાંચ બનાવ સામે આવ્યાં છે. આ પ્રકારની ઘટનાને દલિત શક્તિ કેન્દ્રનાં સ્થાપક માર્ટિન મેકવાને બે સમુદાય સામેની અસ્પૃશયતા ગણાવી હતી.  સાથે સાથે સંમેલન વાત કરતાં કહ્યું કે, આજે ગુજરાતનાં 1590 જેટલા ગામોમાં 96 પ્રકારની અસ્પૃશયતા આજે પણ અકબંધ છે. જે દલિત સમુદાય નાબૂદ થાય તે દિશામા આગામી કાર્યક્રમો વાત કરી હતી.

દલિત સંમેલનમા હાજર રહેલા વડગામનાં ધારાસભ્ય અને જીગ્નેશ મેવાણી કહ્યુ કે, આજનું સંમેલન મુખ્ય આશય રાજ્યમાં વધી રહેલી અશ્પૃશયતા નાબૂદ કરવાં માટેની વિચારણા માટેની છે. સાથે સાથે સંમેલનમા માધ્યમથી અસ્પૃશયતા નાબૂદ અભિયાનની જાહેરાત કરી હતી. આ પ્રકારનું અસ્પૃશયતા નાબૂદ અભિયાન કડીના લહૉર ગામથી 22 મેનાં રોજ દલિત સમુદાય દ્વારા કેમ્પીયન શરૂઆત કરવમાં આવશે. 

તેમજ વિધાનસભા ચોમાસા સત્રમાં વરઘોડા પ્રશ્ન સાથે સાથે અસ્પૃશયતા નાબૂદ મુદા ઉઠાવવાની વાત સંમેલનમા મુકી હતી. જો કે અગાઉ અસ્પૃશયતા મુદે વિધાન સભા પ્રશ્ન પૂછતાં ભાજપમાં અનામત બેઠક પર ચૂંટાયેલા ધારાસભ્યો મૌન સેવ્યું વાત પણ સંમેલનમાં મુકી હતી.

સાણંદ ખાતે યોજાયેલા સંમેલનમાં દલિતો પ્રત્યેની અસ્પૃશયતા નાબૂદ અભિયાન ઠરાવ કરવામાં આવ્યો. રાજયભરમાં સોશિયલ મીડિયા મેનસ્ટ્રીમ મીડિયા દ્વારા જન જાગૃતિ સાથે અહિંસક અસ્પૃશયતા નાબૂદ અભિયાન કરવાનું આહ્વાન કર્યુ છે. ત્યારે રાજ્યના 1590 ગામો જોવા અસ્પૃશયતા દાવો કર્યો છે. ત્યારે જીગ્નેશ મેવાણી અસ્પૃશયતા નાબૂદના અભિયાન કેટલું અસરકારક નીવડે છે તેં તો જોવું જ રહ્યું.