loader

Breaking News


Home > Gujarat > ઉત્તમ કારર્કિર્દીનો શ્રેષ્ઠ વિકલ્પ “કોલેજ ઓફ સેફ્ટી એન્ડ ફાયર ટેકનોલોજી”


Foto

ઉત્તમ કારર્કિર્દીનો શ્રેષ્ઠ વિકલ્પ “કોલેજ ઓફ સેફ્ટી એન્ડ ફાયર ટેકનોલોજી”

May 19, 2018, 1:17 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ઔદ્યોગિક વિકાસ અને વૈશ્વિકરણનાં પગલે આજે આપણા દેશમાં વિવિધ ઉદ્યોગોએ વિકાસની હરણફાળ ભરી છે. છેલ્લા વર્ષોમાં ઘણા નવા શૈક્ષણિક ક્ષેત્રોનો ઉદભવ થયેલ છે જેવા કે એન્જીનીયરીંગ, આઈ.ટી.આઈ, ફેશન ડીઝાઈનીંગ, કોમ્યુનીકેશન વગેરે. આ કામોમાં એક નવો અને વિદ્યાર્થીઓને રોજગારીની વિપુલ તકો અને ઉત્તમ કારકિર્દી ઘડતર માટેનો એક માત્ર શ્રેષ્ઠ વિકલ્પ એટલે ફાયર અને સેફટી.



ધોરણ- ૧૦ અને ધોરણ- ૧૨ (સાયન્સ) માં ખુબ જ મહેનત કરી પરિક્ષામાં સફળતા મેળવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ સામે હંમેશા ઉત્તમ કારકિર્દી ઘડવા અંગેના ઉચ્ચ અભ્યાસક્રમો માટેની મુંજવણ હોય જ છે. ધોરણ – ૧૦ અને ધોરણ - ૧૨ સાયન્સ પછી રોજગારી ની વિપુલ તકો અને ઉત્તમ કારકિર્દી ઘડવાનો એકમાત્ર વિકલ્પ એટલે ફાયર અને સેફટી. ફાયર અને સેફટી ક્ષેત્રે કારકિર્દી ઘડવા ઈચ્છુક વિદ્યાર્થીએ એકવખત તેની વેબસાઈટ www.collegeoffiretechnology.com ની મુલાકાત લેવી જોઈએ.

વૈશ્વિકરણ અને સરકારી પ્રોત્સાહનોના કારણે આજે ગુજરાત પેટ્રોલિયમ, ફાર્માસ્યુટીકલ અને ઓટોમોબાઈલ તેમજ કન્સટ્રકશન (બાંધકામ) જેવા ઔદ્યોગિક ક્ષેત્રોનું હબ બન્યુ છે, તેવા સમયમાં આ દરેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના ઉદ્યોગોમાં કુશળ અને આધુનિક ટેકનોલોજીથી શ્રેષ્ઠ શિક્ષણ પામેલા નિપુણ ફાયર ઓફિસરોની નિમણુંક કરવામાં આવે છે. પરંતુ આ પ્રકારના વિદ્યાર્થીઓની તીવ્ર અછતના કારણે ઘણી બધી જગ્યાઓ ખાલી રહે છે. ઔદ્યોગિક અકસ્માતનું જોખમ સંપુર્ણપણે નિવારવા માટે મોટાપ્રમાણમાં ઇન્ડસ્ટ્રીયલ સેફ્‌ટીમાં વિશિષ્ટ તાલીમ પામેલા કુશળ વ્યવસાયિકોની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઉદ્યોગ ક્ષેત્રે ખુબ જ મોટી જરૂરિયાત રહે છે.

ઇન્ડસ્ટ્રીયલ સેફ્‌ટી અને ફાયરનાં ક્ષેત્રોમાં આજે અત્યંત આધુનિક ટેકનોલોજી અને સાધનોના ઉપયોગ દ્વારા ઉત્તમ અને આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ અને તાલીમ પામેલા ઓફિસરો બની દેશ-વિદેશના વિવિધ સરકારી બિનસરકારી ઉદ્યોગો અને સંસ્થાઓ જેવી કે રેલ્વે, એરપોટ્‌ર્સ, પોટ્‌ર્સ, ઓ.એન.જી..સી., ગેસ કંપનીઓ, રિફાઈનરીઓ, કંસ્ટ્રક્શન કંપનીઓ, મીકેનીકલ અને ફાર્મા કંપનીઓમાં ખુબ જ ઉચ્ચ હોદ્દાઓ પર ઉત્કૃષ્ટ કામગીરી દ્વારા ઉતરોત્તર પ્રગતિ સાથે શ્રેષ્ઠ કારકિર્દી બનાવી શકાય છે.