loader

Breaking News


Home > National > ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલવું હોય તો આ છે બેસ્ટ ઓપ્શન


Foto

ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલવું હોય તો આ છે બેસ્ટ ઓપ્શન

June 6, 2018, 2:40 p.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઈ : દેશના લગભગ દરેક બેંકમાં બચત ખાતાંમાં મિનિમમ બેલેન્સ નહિ રાખવા પર ચાર્જ વસુલ કરતા હોય છે. જો કે હવે લઘુત્તમ રકમ રાખવાની ઝંઝટમાંથી મુક્તિ મળી શકે છે. આ સાથે તમને નોર્મલ બચત ખાતાં જેવી સુવિધાઓ મળશે. ભારતીય રિઝર્વ બેન્કને ગ્રાહકોને એક SMS કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે તમે લઘુતમ બેલેન્સની ઝંઝટનો સામનો કરવા નથી માંગતા અને મહિનામાં 4 થી વધુ વખત લેણ દેણ નહિ કરતાં તો તમે બેઝિક સેવિંગ્સ એકાઉન્ટ ખોલી શકો છો.

બેઝિક સેવિંગ્સ એકાઉન્ટ સામાન્ય બચત ખાતા જેવું જ હોય છે. તેમાં પણ તમને રેગ્યુલર બેન્ક એકાઉન્ટ જેવી સુવિધાઓ મળે છે. જો કે અમુક મર્યાદિત સુવિધાઓ સાથે આ બેન્ક એકાઉન્ટ તમને વાપરવા મળશે.