loader

Breaking News


Home > Health > શરીરની ચરબીને દૂર કરવાનો આ છે શ્રેષ્ઠ ઉપાય


Foto

શરીરની ચરબીને દૂર કરવાનો આ છે શ્રેષ્ઠ ઉપાય

March 19, 2018, 8:01 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : દુનિયામાં મોટાભાગનાં લોકો શરીરની વધુ ચરબીથી કંટાળી ચુક્યા છે. ઘણા લોકો એવા છે જે માત્ર શરીરની ચરબીને દૂર કરવા જીમમાં જતા હોય છે. પ્રોફેશનલ જીમમાં પોતાની ચરબીને ઉતારવા આ પ્રકારનાં ઘણા લોકો ખૂબ પૈસા આપતા હોય છે. પરંતુ શું તમે જાણે છો કે શરીરની ચરબીનો ઉતારવાનો ઉપાય તમારા જ ઘરમાં રહેલો છે.




આપણે બધા જાણીએ છીએ કે આપણા શરીર માટે પાણી કેટલુ જરૂરી છે. જો ડૉક્ટરની માનીએ તો દિવસમાં 8 થી 10 ગ્લાસ પાણી પીવુ આવશ્યક છે. પાણી પીવાથી આપણા શરીરને અનેક પ્રકારનાં ફાયદાઓ થતા હોય છે. પાણી વધુ પીવાથી ચહેરાની ત્વચાને ગ્લો મળે છે તે જ રીતે જો દિવસનું 8 થી 10 ગ્લાસ પાણી પીવામાં આવે તો તમે તમારી શરીરની ચરબીને દૂર કરી શકો છો. એક સંશોધન મુજબ પાણી પીવામાં ઘટાડો કરવામાં આવે તો શરીરની ચરબીમાં વધારો થાય છે અને તેનાથી વિપરીત જો તમે વધુ પાણી પીશો તો ચરબી ઓછી થશે.

પાણી આપણા જીવનમાં ઘણુ મહત્વ ધરાવે છે. જો તમે પૂરતુ પાણી નહી પીવો તો તમારી કિડની બરાબર કામ નહી કરે. જ્યારે કિડનીની કાર્ય કરવાની ક્ષમતા ઓછી થઇ જશે તો તેનો ભાર લિવર પર પડવા લાગશે. લિવરનું પાયાનું કાર્ય શરીરમાં સંગ્રહાયેલી ચરબીનું ચયાપચય કરી શરીર માટે ઉર્જાનું સર્જન કરવાનું છે. જ્યારે લિવરને કિડનીનું કામ કરવું પડશે તો પોતાનું આ કાર્ય સરખી રીતે નહી કરી શકે. પરિણામે બહુ ઓછી ચરબીનું ચયાપચય થશે અને શરીરમાં વધારે પડતી ચરબી સંગ્રહાતા વજન ઓછું થવાની ક્રિયા અટકી જશે. પાણી કબજિયાતની તકલીફમાં પણ રાહત આપે છે. જો તમારું વજન વધારે છે તો તમારે પાતળી વ્યક્તિની સરખામણીએ વધુ પાણી પીવું પડશે. જ્યારે શરીર ઓછું પાણી લે છે ત્યારે તેને જોઇતું પાણી તે અંદરનાં સ્ત્રોતોમાંથી ખેંચવા લાગે છે. વ્યક્તિએ સરેરાશ દિવસમાં ઓછામાં ઓછું 8 ગ્લાસ પાણી પીવું જોઇએ. જો તમે કસરત કરતા હોવ તો 8 ગ્લાસથી વધુ પાણી પીવુ શરીરની ચરબીને રોકવા જરૂરી છે.