loader

Breaking News


Home > National > અચ્છે દિનનાં વાયદા કરતી કેન્દ્ર સરકારનાં રાજમાં ડિઝલ થયું પેટ્રોલ કરતા મોઘું


Foto

અચ્છે દિનનાં વાયદા કરતી કેન્દ્ર સરકારનાં રાજમાં ડિઝલ થયું પેટ્રોલ કરતા મોઘું

Oct. 22, 2018, 10:26 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : દેશમાં પેટ્રોલ અને ડિઝલનાં ભાવમાં છેલ્લા ઘણા દિવસોથી વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે ઓડિશાની વાત કરવામાં આવે તો અહી ડિઝલની કિંમત પેટ્રોલ કરતા વધુ થઇ ગઇ છે. કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન જે ઓડિશાનાં છે જેમણે કેન્દ્ર સરકાર દ્વારા વસૂલવામાં આવતી એક્સાઇઝ ડ્યૂટીમાં કટોતીનાં એલાન બાદ દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલ પર વેટમાં ઘટાડો લાવવાની અપીલ કરી હતી. જો કે તે છતા રવિવારે ઓડિશા સરકારે દાવો કર્યો છે કે રાજ્યમાં ડિઝલની કિંમત પેટ્રોલ કરતા વધી ગઇ છે.ઓડિશાનાં ઉત્કલ પેટ્રોલિયમ ડિલર્સ ઓસોસિએશનનાં જનરલ સેક્રેટરી સંજય લાથે જણાવ્યું કે, આ પ્રથમવાર થયુ છે કે રાજ્યમાં ડિઝલની કિંમત પેટ્રોલ કરતા વધુ થઇ ગઇ છે. રવિવારની કિંમત મુજબ ડિઝલની કિંમત પેટ્રોલથી 12 પૈસા વધુ છે. જ્યા રવિવારે ઓડિશામાં ડિઝલ 80.60 રૂપિયા પ્રતિ લિટર વેચાયુ ત્યા પેટ્રોલ 80.57 રૂપિયા પ્રતિ લિટરનાં દરે વેચાયુ હતુ. રાજ્યમાં સત્તા સંભાળી રહેલા બીજુ જનતા દળે કેન્દ્રની ભાજપ સરકાર પર સવાલો ઉઠાવતા દાવો કર્યો છે કે, કેન્દ્ર સરકારનો પેટ્રોલ-ડિઝલની કિંમત નક્કી કરવાનો ફોર્મુલા ખોટો છે, જેને કારણે રાજ્યમાં પેટ્રોલ કરતા ડિઝલ વધુ કિંમત વેચાઇ રહ્યુ છે.