loader

Breaking News


Home > Bollywood > બાગી-2નું ટ્રેલર થયું રિલીઝ, ફિલ્મમાં ટાઇગરની એક્શન જોઇ તમે ટાઇગર જિન્દા હે ભૂલી જશો


Foto

બાગી-2નું ટ્રેલર થયું રિલીઝ, ફિલ્મમાં ટાઇગરની એક્શન જોઇ તમે ટાઇગર જિન્દા હે ભૂલી જશો

Feb. 23, 2018, 4:20 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ટાઇગર શ્રોફ અને દિશા પટનીની ફિલ્મ બાગી-2નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. આ ટ્રેલરમાં ટાઇગર એક્શન અવતારમાં જોવા મળી રહ્યો છે. આ ટ્રેલરમાં ટાઇગર શ્રોફ જબરદસ્ત એક્શન સાથે સ્ટંન્ટ કરતો દેખાઇ રહ્યો છે. બાગી-2માં ટાઇગરનાં એક્શનને જોઇ ટાઇગર જિન્દા હેનો ટાઇગર પણ ફીકો પડી રહ્યો છે. ટાઇગર જિન્દા હે અને બાગી-2 આ બંન્ને એક્શન ફિલ્મ છે. ટાઇગર જિન્દા હે માં જ્યા સલમાન ખાને જબરદસ્ત એક્શન રોલ કરી લોકોને મનોરંજન પૂરૂ પાડ્યુ હતુ, ત્યા હવે બાગી-2માં ટાઇગર શ્રોફ પણ લોકોને ભરપુર એક્શન સાથે મનોરંજન પૂરૂ પાડવા આવી રહ્યો છે. બાગી-2 ફિલ્મ 30 માર્ચ 2018એ રિલીઝ થશે.





ટાઇગરની આ ફિલ્મ તેની 2016ની ફિલ્મ બાગીનું સિક્વલ છે. બાગી-2નાં ટ્રેલર જોઇને જ ખ્યાલ આવી જાય છે કે તેમાં એક્શન સીન્સ કેટલા હશે. બાગી-2નો એક ખાસ સીન હેલીકોપ્ટર પર સુટ કરવામાં આવેલ છે. આ પહેલા બાગી ફિલ્મ જે 2016માં રિલીઝ થઇ હતી, જેમાં ટાઇગરનાં એક્શન અવતારની દર્શકોએ ખુબ મજા લીધી હતી. બાગી-2માં ટાઇગર શ્રોફ ફરી એ જ અવતારમાં અને પહેલા કરતા ખતરનાક સ્ટંન્ટ કરતો જોવા મળશે. આ પહેલા સલમાન ખાનની ટાઇગર જિન્દા હે લોકોને ઘણી પસંદ આવી હતી, જેમા ખાસ સલમાન ખાનનાં એક્શનને લોકોએ વધુ પસંદ કર્યો હતો. બાગી-2નાં ફિલ્મ નિર્માતાએ આ ટ્રેલર લોન્ચ કરતા પહેલા બાગી-3નું પણ એલાન કરી દીધુ છે. ફિલ્મની શૂટિંગ ડિસેમ્બરમાં શરૂ થશે.