loader

Breaking News


Home > National > માનસિક તણાવમાં ચાલી રહેલા ભૈયુજી મહારાજે આખરે કરી આત્મહત્યા


Foto

માનસિક તણાવમાં ચાલી રહેલા ભૈયુજી મહારાજે આખરે કરી આત્મહત્યા

June 13, 2018, 1:22 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : જાણીતા આધ્યાત્મિક ગુરુ અને સામાજિક કાર્યકર ભૈયુજી મહારાજે આજે પોતાને ગોળી મારીને આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો હતો. તેમના સમર્થકોમાં આઘાતનું મોજુ ફરી વળ્યું હતું. ભૈયુજી મહારાજે આપઘાત કેમ કર્યો તેને લઇને પ્રશ્નોની શરૂઆત થઇ ગઈ હતી.ભૈયુજી મહારાજેએ પોતે પોતાના માથામાં ગોળી મારી લીધી હતી. ભૈયુજી મહારાજની આત્મહત્યાને લઇને એક નોંધ પણ મળી આવી છે જેમાં જાણવા મળ્યું છે કે તેઓ ખુબ જ ટેન્શનમાં દેખાઈ રહ્યા હતા જેના કારણે તેઓએ આપઘાત કરી લીધો હતો. નોંધમાં અંગ્રેજીમાં લખવામાં આવ્યું છે કે, કોઇને ત્યાં પરિવારની સંભાળ માટે હોવાની જરૂર છે જેથી જઈ રહ્યા છીએ. ખુબ જ ટેન્શનમાં અને પરેશાન હતા. પોલીસ મહાનિર્દેશક મકરંદ દેવસ્કરે કહ્યું છે કે, આપઘાતની નોંધ અને પિસ્તોલ કબજે કરી લેવામાં આવી છે. તમામ પાસાઓ ઉપર તપાસ ચાલી રહી છે. પરિવારના સભ્યોની પણ પુછપરછ કરવામાં આવશે. ડીઆઈજી હરિનારાયણચારી મિશ્રાએ કહ્યું છે કે, આપઘાતની નોંધ મળી આવી છે જેમાં માનસિક ટેન્શનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બીજી બાજુ આને લઇને રાજકીય રમત પણ શરૂ થઇ ચુકી છે. આપઘાત માટેનું કારણ જાણી શકાયું નથી.

ભૈયુજી મહારાજે પોતાના માથામાં ગોળી મારી લીધા બાદ તેમને તરત જ ઇન્દોરની બોમ્બે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા પરંતુ ત્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. હોસ્પિટલની બહાર પણ મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. તાજેતરમાં જ શિવરાજસિંહ સરકારે તેમને રાજ્યમંત્રીનો દરજ્જા આપ્યો હતો. જો કે, મધ્યપ્રદેશ સરકારનાં આ પ્રસ્તાવને તેઓએ સ્વીકાર્યો ન હતો. તેમણે એ વખતે કહ્યું હતું કે, સંતો માટે પદનું મહત્વ નથી. તેમના માટે લોકોની સેવા મહત્વપૂર્ણ છે. ભૈયુજી મહારાજને રાજકીયરીતે પણ ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવતા હતા. શક્તિશાળી સંત પૈકીનાં એક હતા. તેમનું વાસ્તવિક નામ ઉદયસિંહ દેશમુખ હતી અને પિતા મહારાષ્ટ્રમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા. તેમનું નામ એ વખતે ચર્ચામાં આવ્યું હતું જ્યારે ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન દરમિયાન ભુખ હડતાળ ઉપર બેઠેલા અન્ના હજારેને મનાવી લેવા માટે યુપીએ સરકારે તેમનો સંપર્ક કર્યો હતો.

જ્યારે તેઓ નાની વયમાં હતા ત્યારે સિયારામ શૂટિંગ માટે પોસ્ટર મોડલિંગ કરી રહ્યા હતા. તલવારબાજી, ઘોડેસવારી અને ખેતીનું કામ પણ કરતા હતા. તેઓ ફેસ લીડર તરીકે પણ હતા. ભૈયુજીએ પ્રથમ પત્નિનાં મોત બાદ ગયા વર્ષે બીજા લગ્ન કર્યા હતા. પ્રથમ પત્નિ માધવીથી તેમની એક પુત્રી પણ છે. પત્નિનાં મોત બાદ ભૈયુજી પર આશ્રમની એક મહિલા સાથે સંબંધોનો આક્ષેપ પણ મુકવામાં આવ્યો હતો. ગયા વર્ષે ૩૦મી એપ્રિલના દિવસે આયુષી નામની મહિલા સાથે ભૈયુજીએ લગ્ન કરી લીધા હતા. તેમના આપઘાતને લઇને જારદાર ખળભળાટ મચી ગયો છે. ભૈયુજી મહારાષ્ટ્રના સસરા મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી વિલાસરાવ દેશમુખ સાથે તેમના સંબંધ રહ્યા હતા. મહારાષ્ટ્રની રાજનીતિમાં સંકટ મોચક તરીકે ગણાતા હતા. ગ્લોબલ વો‹મગને લઇને પણ તેઓએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.