loader

Breaking News


Home > Gujarat > ભારતબંધ : કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને પ્રભારી રાજીવ સાતવની અટકાયત


Foto

ભારતબંધ : કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને પ્રભારી રાજીવ સાતવની અટકાયત

Sept. 10, 2018, 11:30 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : વધતી જતી મોંઘવારી અને પેટ્રોલના ભાવોને લઈને કોંગ્રેસ દ્વારા આજે ભારતબંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે લાલા દરવાજા ખાતે ધરણા કરવાં પહોંચેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ અમિત ચાવડા, પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ સહીત અનેક કોંગ્રેસ કાર્યકરોની પોલીસે ધરપકડ કરી હતી. બંને નેતાઓએ ભાજપ પર મોંઘવારીને લલઈને આકરા પ્રહારો કર્યા હતા.

અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ભાજપ સરકારના ઈશારે પોલીસ રાજ્યમાં ઠેર ઠેર કોંગ્રેસના કાર્યકરો પર દમન ગુજારી રહી છે. રામલીલા મેદાન પર વિપક્ષના ધરણામાં યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ પહોંચ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી પાર્ટીઓના નેતા પહેલેથી જ હાજર હતાં.

ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, જામનગર, વડોદરા જેવા શહેરોમાં શાળા સંચાલકોએ રજા જાહેર કરી દીધી હતી તો બીજી બાજુ ઘણા એસટી ડિવિઝનોએ બસો પણ બંધ રાખી છે. મહેસાણા, પોરબંદર, કલોલ સહીત ઘણા એસટી ડેપોમાં લોકલ બસ સેવા બંધ કરી દેવામાં આવી છે. બિહારમાં ઉગ્ર બંધ જોવા મળ્યો હતો. અહીં પપ્પુ યાદવના સમર્થકોએ બસમાં તોડફોડ પણ કરી હતી.