loader

Breaking News


Home > Gujarat > ભરતસિંહ સોલંકીએ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદેથી આપ્યું રાજીનામું


Foto

ભરતસિંહ સોલંકીએ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદેથી આપ્યું રાજીનામું

March 19, 2018, 8:35 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગુજરાત :ગુજરાતની રાજનીતિમાં હવે એક નવો વળાંક આવી રહ્યો હોય તેવુ દેખાઇ રહ્યુ છે. મળતી માહિતી મુજબ ગુજરાતનાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદેથી ભરતસિંહ સોલંકીએ રાજીનામું આપી દીધુ છે. તેમના રાજીનામાંને પાર્ટીએ સ્વીકારી લીધુ કે નહી તે હજુ સ્પષ્ટ થયુ નથી.ગુજરાતનાં કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ પદેથી ભારતસિંહ સોલંકીએ રાજીનામું આપી દીધુ હોવાની સુત્રો દ્વારા માહિતી મળી આવી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે સવારે મુલાકાત કરીને ભરતસિંહ સોલંકીએ રાજીનામું આપ્યુ હતુ. ભરતસિંહ સોલંકીએ ફરજ પરથી છુટા થવાની ઇચ્છા રાજીનામામાં વ્યક્ત પણ કરી હતી. વધુમાં તેમણે ગુજરાત ચુંટણીમાં હારની નૈતિક જવાબદારી સ્વીકારી હતી. મળતી માહિતી મુજબ આ દરેક બાબત પહેલાથી જ નક્કી હતી. આ પહેલા વિધાનસભામાં હારનો સામનો કરવો પડ્યો હોવાના કારણે ભરતસિંહ સોલંકી પહેલા પણ રાજીનામું આપી ચુક્યા છે, જો કે તે સમયે તેમના રાજીનામાંનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો. લોકસભા 2019ની ચુંટણીને લઇને દરકે પાર્ટીઓ તૈયાર થઇ રહી છે ત્યારે ભરતસિંહ સોલંકી દ્વારા ગુજરાત કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ પદેથી આપવામાં આવેલું રાજીનામું રાજનીતિનાં કયા સમીકરણોને બદલશે તે હવે જોવુ રહ્યુ.