loader

Breaking News


Home > Bollywood > બિગ બોસ-12માં પતિ સંગ દેખાશે ભારતી, દર્શકોને રીઅલ લાઇફની ભારતી જોવા મળશે


Foto

બિગ બોસ-12માં પતિ સંગ દેખાશે ભારતી, દર્શકોને રીઅલ લાઇફની ભારતી જોવા મળશે

Sept. 10, 2018, 12:54 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગોવા : બિગ બોસ સીઝન 12 એકવાર ફરી આવી રહ્યુ છે. જેને આ વખતે પણ સલમાન ખાન જ હોસ્ટ કરવાનો છે. આ સીઝનમાં ખાસ સેલિબ્રિટી કપલ ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયા તમને જોવા મળશે. જેનો ખુલાસો સલમાન ખાને ગોવામાં બિગ બોસ-12નાં લોન્ચ ઇવેન્ટમાં કર્યો હતો.



બિગ બોસની દરેક સીઝન ખાસ રહી છે. ત્યારે આ સીઝનને પણ ખાસ બનાવવા કોમેડિયન ભારતી સિંહ તેના પતિ હર્ષ લિંબાચિયા સાથે જોવા મળશે. થોડા સમય પહેલા ભારતીએ આ શોમાં એન્ટ્રીને લઇને ઘણા ખુલાસાઓ કર્યા હતા. ભારતીએ કહ્યુ કે, જ્યારે મને ખબર પડી કે બિગ બોસમાં મારા પતિ સાથે એન્ટ્રી કરવાની છે તો મને થયુ કે ચલો હવે હુ ફેમિલી પ્લાનિંગ કરી શકુ છુ. ભારતીએ કહ્યુ કે, મને બિગ બોસમાં એન્ટ્રીને લઇને થોડો ડર લાગી રહ્યો છે. તેણે આ ડરનું કારણ દર્શાવતા કહ્યુ કે, આપણે જે રીતે વાસ્તવિક જીવનમાં હોઇએ છીએ તે કેમેરામાં આવે ત્યારે તમે કેવા છો તે ઓડિયન્સને ખબર પડે છે. ઘણી વાર મને વિચાર આવે છે કે ઓડિયન્સ કેવો રિએક્ટ કરશે. તેણે વધુમાં કહ્યુ કે, અહી તમારું એક ખોટું પગલુ શોમાં અને ઓડિયન્સમાં તમારી ઇમેજને બદલી નાખે છે.